1.7 કરોડના તિલક વર્માએ રચ્યો ઈતિહાસ,12 મેચમાં જ તોડ્યો ઋષભ પંતનો અનોખો રેકોર્ડ,જુઓ

ગુરુવારે (12 મે) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે યુવા બેટ્સમેન તિલક વર્મા સૌથી વધુ સ્કોરર હતો. તિલકે 32 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા. આ સાથે તેણે રિષભ પંતનો પાંચ વર્ષ જૂનો ખાસ રેકોર્ડ તોડી નાખ્યો.

Loading...

19 વર્ષીય તિલકે આ સિઝનમાં 12 મેચમાં 368 રન બનાવ્યા છે. તે ટીનેજર તરીકે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રિષભ પંતના નામે હતો.

પંતે 2017માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) તરફથી રમતા 14 મેચોમાં 366 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા નંબર પર પૃથ્વી શૉ છે, જેણે 2019માં 16 મેચમાં 353 રન બનાવ્યા હતા.

જણાવી દઈએ કે તિલક વર્માને મુંબઈએ મેગા ઓક્શનમાં 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં અત્યાર સુધી તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તે જ સમયે, 15.25 કરોડમાં વેચાયેલ ઇશાન કિશન 12 મેચમાં 327 રન સાથે બીજા નંબર પર છે.

મેચની વાત કરીએ તો બોલરોના પ્રદર્શનના આધારે મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 16 ઓવરમાં માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈએ 14.5 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આ હાર સાથે ચેન્નાઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *