સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો…

પીએમ મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય કક્ષાની વિવિધ કોન્ફરન્સ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર યોજાઇ રહી છે. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા ત્યાં નવા નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરાયા છે, જેથી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો નોંધાઇ રહ્યો છે.

Loading...

સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018ના રોજ લોકાર્પણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 10/11/2019 સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. એ પૈકી 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે. ગયા વર્ષની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ નોંધાયા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50% વધારો અને એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9063 પ્રતિ દિન નોંધાયો છે. જે પૈકી સામાન્ય દિવસોમાં સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 7030 પ્રતિ દિન તથા વીક એન્ડ એટલે કે શનિ અને રવિવારે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 13071 થાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધીની કુલ આવક વધીને 80.65 કરોડ થઇ છે.

નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેવડીયા ખાતે 1/9/2019 થી રીવર રાફ્ટિંગ તેમજ 25/10/2019થી સાયક્લિંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ વોલ, રેપલિંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકોટુરિઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે. દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ-રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો “ગ્લો ગાર્ડન” પણ સમગ્ર દેશમાં અજોડ છે, જેને નિહાળવા દરરોજ 4થી 5 હજાર પ્રવાસીઓ ઉમટે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરું આકર્ષણ સ્થળ બન્યું છે.

અત્યાર સુધીમાં મુલાકાતીઓને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુલ આવક ૮૦.૬૫ કરોડ જેટલી થઈ છે. તાજેતરમાં કેવડીયા ખાતે રિવર રાફ્ટીંગ તેમજ સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકોટુરીઝમ સાઇટ પર અવેલેબલ છે. દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ વિકસાવાયું છે. જેમાં રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો “ગ્લો ગાર્ડન” પણ સમગ્ર દેશમાં અજોડ છે, જેને રોજ 4થી 5 હજાર જેટલા પ્રવાસીઓ નિહાળે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરુ આકર્ષણ સ્થળ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *