પૌત્રીને લીધે મોડેલિંગમાં શ્રી ગણેશ કરનાર 96 વર્ષીય દાદી એલિસ પેન્ગ એશિયાના સૌથી ઉંમરલાયક મોડેલ બન્યા
મોટાભાગે મોડેલિંગ કરનારા લોકો 30 વર્ષની ઉંમરે તો રિટાયર્ડ થઈ જતા હોય છે. પણ આ વાત હોંગકોંગના 96 વર્ષીય દાદીને લાગુ પડતી નથી.એલિસ પેન્ગ એશિયાના સૌથી ઉંમરલાયક મોડેલ બન્યા છે. મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં તેમને બુધવારે મોસ્ટ સીનિયરનું બિરુદ મળ્યું છે. આની પહેલાં જાપાનનના 84 વર્ષીય નાઓયા કુડો અને ચીનના 84 વર્ષીય વાન્ગ ડેશન મોટી ઉંમરના મોડેલ હતાં.
96 વર્ષીય એલિસે કહ્યું કે, મને પહેલેથી સારા ડ્રેસ પહેરવા ગમતાં હતાં, પણ મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું મોડેલિંગની દુનિયામાં પગ મુકીશ.હું અત્યારે હે મુકામ સુધી પહોંચી છું તેનો શ્રેય મારી પૌત્રી જાય છે. મારી પૌત્રીએ એક 65 વર્ષીય મોડેલ જોયા અને મારો ફોટો મોડેલિંગ કંપનીને મોકલી દીધો અને હું સિલેક્ટ થઈ ગઈ. બસ ત્યારથી મોડેલિંગ કરિયરની શરૂઆત થઈ ગઈ.
વધુમાં એલિસે કહ્યું કે, મોડેલિંગ મારા માટે કોઈ ચેલેન્જથી ઓછું નહોતું, પણ મેં ક્યારેય હાર પણ માની નથી. મેં મનમાં ગાંઠ વાળી દીધી કે મોડેલિંગ તો હું કરીને જ રહીશ. મને આ ફિલ્ડનું કોઈ જ્ઞાન નહોતું. મને મારા મેનેજરે શીખવાડ્યું. મારી મેકઅપ આટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટે મારી મદદ કરી. મોડેલિંગ કરતા કરતા મારે આ ફિલ્ડમાં 3 વર્ષ થઈ ગયા.
એલિસે કહ્યું કે, મને જાણીને સારું લાગે છે કે, આ ઉંમરમાં પણ લોકો મારા કામને પસંદ કરે છે. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું વર્લ્ડ ફેમસ કંપની માટે મોડેલિંગ કરીશ. જો કે, જિંદગીમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેની આપણને આશા પણ નથી હોતી. ઘન લોકો મને આ ઉંમરમાં પણ ફિટ રહેવાનું સિક્રેટ પૂછે છે. લોકોને એવું લાગે છે કે, હું વધારે કસરત અને સ્ટ્રિક્ટ ડાયટ લઉં છું, પણ તેવું કંઈજ નથી. મારી બોડી નેચરલ છે. ઘણા લોકો મને એવું કહે છે કે, મારે ઉંમર જોઈને કપડાં પહેરવા જોઈએ, પણ હું તેમની વાતોમાં ધ્યાન આપતી નથી કારણ કે તે બધાની ખુશી કરતાં બધારે મહત્ત્વની મારી ખુશી છે.