બ્રાઝિલમાં મોટો અકસ્માત,નદીમાં બોટ પર પડ્યો પર્વત,અકસ્માતમાં અનેક લોકોના મોત..,જુઓ વીડિયો
બ્રાઝિલમાં એક તળાવમાં ખડકનો એક ભાગ તૂટીને બોટ પર પડતાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આ ભયાનક દ્રશ્ય કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે.
મિનસ ગેરાઈસ સ્ટેટ ફાયર વિભાગના કમાન્ડર એડગાર્ડ એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 20 અન્ય લોકો ગુમ થયાની આશંકા છે.
આ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગનાને શનિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ફર્નેસ લેક પર બોટ રાઈડની મજા માણી રહ્યા હતા, ત્યારે ખડકનો એક ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો. એસ્ટેવોએ જણાવ્યું હતું કે અકસ્માત સો જોસ દા બારા અને કેપિટોલિયો શહેરો વચ્ચે થયો હતો.
ब्राजील में हुआ बड़ा हादसा, बोट्स पर गिरी चट्टान.. हादसे में कई लोगों की मौत..#Brazil #BrazilRockCollapse #Viral #ViralVideo pic.twitter.com/y0TWRhf6RL
— Ketan Dixit (@rjketan) January 9, 2022