ગુજરાત

આપ પાર્ટીનું યોજાયું અમરેલી જિલ્લાના બગસરા માં કાર્યકર્તા સંમેલન,આ નેતાઓએ આપી હાજરી,જાણો

આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જીલ્લા પંચાયત માં જોરદાર પ્રદર્શન કર્યું છે.તો આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચુંટણીઓ ની તૈયારી ઓ પણ શરૂ કરી દીધી છે.ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો લાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવનાર આમ આદમી પાર્ટીનું આજે અમરેલી જિલ્લાના બગસરા માં પટેલ સમાજ ની વાડી ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

Loading...

ઉલ્લેખનીય છે કે,અમરેલી જિલ્લા માં પાટીદાર આંદોલન સમયે સૌથી વધુ અસરદાર અસર બગસરા પંથકમાં જોવા મળી હતી.બગસરા માં પાટીદાર પ્રભુત્વ વાળો તાલુકો પણ છે.ત્યારે બગસરા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આજે આમ આદમી પાર્ટી નું કાર્યકતા સંમેલન યોજાયું છે.

મળતી માહિતી મુજબ,આદમી પાર્ટીના કાર્યકતા સંમેલન માં આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, દિલ્હી આપના ધારાસભ્ય ગુલાબ સિંહ,પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા સહિત આપના નેતાઓ હાજર રહ્યા હતા.અમરેલી જીલ્લા પ્રમુખ,તાલુકા પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકતા હાજર રહ્યા હતા.સુરત મનપામાં આપને સફળતા મળ્યા બાદ આપની નજર હવે 2022 વિધાનસભાની ચૂંટણી પર મંડાયેલી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ અત્યારથી જ મિશન 2022ની તૈયારી શરૂ કરી દીધી છે.

ત્યારે આજે ગોપાલ ઈટાલીયા એ કહ્યું હતું કે, મિશન 2022 ઈમાનદાર આપ પાર્ટીની સરકાર બનવવા માટે ઝોન સંમેલન થઈ રહ્યું છે. આજે કાર્યકર્તા સંમેલન હતું ખુબ ઉત્સાહ ઝનૂન છે. કાર્યકર્તાઓને બુથ સમિતિ સુધી પહોંચવા માટે દમદાર મહેનત કરવાની જરુર હોવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *