સુરત

મહામારી ના સમયમાં આપ લોકોની વચ્ચે, આઇસોલેશન સેન્ટરમાં AAP ના કોર્પોરેટર સેવામાં ખડેપગે

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 46 લાખ અને 19 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 3 લાખ અને 94 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરતમાં કોરોના સંક્રમણે માઝા મૂકી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા નથી તેવા સંજોગોમાં ઠેર ઠેર આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે.

Loading...

ત્યારે આ આઈસોલેશન સેન્ટરમાં સામાજિક અગ્રણીઓ અને સમાજસેવકોની સાથે સાથે આમ આદમી પાર્ટીના નગર સેવકો પણ સેવામાં જોડાયા છે. વોર્ડ નંબર 16ની નગર સેવક અને પાલિકાની સૌથી નાની ઉમરની નગર સેવક પાયલ સાકરીયા દ્વારા સેવા કરવામાં આવી રહી છે. પાયલ સાકરીયા દ્વારા આઈસોલેશન સેન્ટરમાં વૃદ્ધોની સારવાર કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં હોસ્પિટલ ઉભરાઇ રહી છે. પૂરતા બેડ નથી, વેન્ટિલેટર નથી, ઓક્સિજનનો અભાવ છે ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં સત્તા નહિ પણ વિપક્ષમાં હોવા છતાં પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોની સેવા માટે ઠેરઠેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે. અને કોર્પોરેટરોએ આવા તમામ આઇસોલેશન સેન્ટરો પર 24 કલાક દર્દીઓની સેવાનું બીડું ઉપાડ્યું હોય તેમ સેવા કરી રહ્યા હોવાનું કાઉન્સિલરો જણાવી રહ્યાં છે.

આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા જ્યાં આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે ત્યાં આવતા દર્દીઓની સારસંભાળ ખુદ નગરસેવકો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી સત્તાધારી પક્ષના પેટમાં તેલ રેડાયું હોય પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગના ઓઠા હેઠળ ગઈકાલે રાજકીય હાથો બનેલી સુરત પોલીસે આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત કરી દીધી હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલીયાએ કર્યો હતો.

ત્યારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 85,451 પર પહોંચી ગયો છે. રોજ રોજ કોરોનાથી અનેક મોત થવા છતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 1430 પર પહોંચી ગયો છે. કોરોનાને મ્હાત આપનારાની સંખ્યા વધીને 72,856 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 11,165 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *