આપ પાટીલ ભાઉ પર હાઉ,ઇટાલિયા એ કહ્યું,પાટીલના ઈશારે પોલીસે આપ ના મહિલા કોર્પોરેટર સાથે…,જાણો

આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જીલ્લા પંચાયત માં જોરદાર પ્રદર્શન કર્યું છે.તો આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચુંટણીઓ ની તૈયારી ઓ પણ શરૂ કરી દીધી છે.ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો લાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવી છે.ત્યારે સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો છે.સતત ચાર કલાક પાલિકા સંકુલમાં નારેબાજી ચાલી સિક્યુરિટી ગાર્ડ પોલીસની એન્ટ્રી સાથે વિપક્ષ વચ્ચે ઘમાસાણ સર્જાઇ ગયું હતું. બીજી તરફ એપેડેમિક એક્ટના ભંગ બદલ આપના 19 નગરસેવકો સહિત 28 નેતાઓ સામે ગુનો નોંધાયો હતો.

Loading...

આ મામલે હવે ગુજરાત આપ પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એ પણ ભાજપ સરકાર અને પોલીસ ની કામગીરી અંગે સવાલો ઉભા કર્યા છે.તેણે પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે,સી.આર.પાટીલના ઈશારે પોલીસે આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરન સાથે અભદ્ર વર્તન કર્યું.

વધુમાં લખ્યું હતું કે,ભાજપના મહાભ્રષ્ટ પ્રમુખ સી.આર.પાટીલ સંચાલિત સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અંગે તેમજ પાણીના બીલ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરએ વિરોધ કરતા સી.આર.પાટીલના ઈશારે કોર્પોરેશનના પુરુષ સાર્જન્ટ અને સુરત શહેરના પુરુષ પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું.એક બાજુ કૌભાંડ કર્યું, વિરોધ કરનારી બહેનો સાથે વિકૃત વર્તન પણ કર્યું અને બહેનો ઉપર પોલીસ કેસ કર્યો તેમજ મહિલા કોર્પોરેટરને આખી રાત લોકઅપમાં પુરી રાખવામાં આવ્યા.

જો કે, આમ આદમી પાર્ટીના કુલ 27 જેટલા નગરસેવકોએ સખત વિરોધ કરતાં અંતે પોલીસ બોલાવવી પડી હતી. આની સાથે જ પોલીસે તમામ નગરસેવકોની અટકાયત કરી હતી. જો કે, પોલીસે કરેલ ટીંગાટોળી વખતે વિપક્ષના એક નગરસેવક બેભાન થઈ જતાં જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક વિપક્ષ નેતા ને મા બેન સામે ગાળો આપી ને પોલીસે પોલીસ ની ગરિમા નેવે મૂકી છે.

જયારે બીજી તરફ વિપક્ષ નેતાનો શર્ટ ફાટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આટલું જ નહીં પણ વિપક્ષ મહિલા કોર્પોરેટરોની સાથે પોલીસે અસભ્યતા ભર્યું તેમજ નિર્લજજતા ભર્યું વર્તન કર્યું હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જે વિડીયોમાં પણ દેખાઈ આવ્યું છે.

એસટીએમ માર્કેટની લીઝ 99 વર્ષ વધારી દેવાઈ, મહાવીર એસો.ની 6 કરોડ પેઇડ એફએસઆઈ ની માફી જેવી નિર્ણયો સામે વિરોધ થાય તે ડરે બજેટની સામાન્ય સભા ઓન લાઈન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.વિપક્ષે મુકેલા ત્રણેય સુધારાઓને શાસકોએ બહૂમતિના જોરે ઉડાવી દીધા હતાં અને બજેટ સહિતના કામો મંજૂર કરી સભા આટોપી લેવાઈ હતી.

વિપક્ષી મહિલા કોર્પોરેટરો પણ રૂમ નંબર 88 માં ચાલતી સાધારણ સભા બહાર અન્ય સભ્યો સાથે વિરોધમાં જોડાઈ હતી. ત્યારે સભામાં જવાના તેમના રાઇટ અંગે સિક્યોરિટી ગાર્ડ સાથે ધક્કામૂક્કી થતાં મહિલા કોર્પોરેટરોને ભીંસી દેવાતાં વિરોધ વધુ વકર્યો હતો. કોર્પોરેટર મહેશ અણઘણ બેહોશ થયા હતાં અને ડો.રૂપારેલીયા અને દિપ્તી સાકરીયાને ઈજા થતાં સ્મીમેર ખસેડાયા હતાં.

આ અંગે પણ વિપક્ષે ભારે વિરોધ કર્યો છે અને શહેરમાં ઘણી સંસ્થાઓ છે તેઓ સેવાકાર્યો કરે છે ત્યારે આ મનસ્વી નિર્ણય પાલિકાને ચૂનો ચોપડવા સમાન જ છે. તેમ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *