ગુજરાતમાં AAP ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે જ દિલ્હીના ધારાસભ્ય સહિતના 5 ના પાકિટ ચોરાયા,એક ની ધરપકડ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 94 લાખ અને 85 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 17 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત ના રાજકારણમાં ખળભળાટ મચવા જઇ રહ્યો છે.આવતીકાલે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ ની મુલાકાતે આવી ગયા છે.ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.નવરંગપુરામાં પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે.ત્યારે આ વચ્ચે એક અજીબ ઘટના બની છે.

Loading...

ત્યારે મુલાકાત દરમિયાન અલગ-અલગ કાર્યક્રમમાં કેજરીવાલે ભાગ લીધો હતો. સર્કિટ હાઉસ, વલ્લભ સદન અને બાદમાં નવરંગપુરા ખાતેના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે હાજર રહેનાર આપના દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવનું પાકીટ ચોરી થયું સાથે જ અન્ય 4 વ્યક્તિઓના પણ પાકીટ ચોરી થયા છે જે મામલે પોલીસે શકમંદોની અટકાયત કરી છે.

નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું અરવિંદ કેજરીવાલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ હાજર હતા. સાથે જ અમદાવાદના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળી હતી અને ભીડનો ફાયદો ઉઠાવીને અજાણ્યા શખ્સે દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ અને આપના અન્ય 4 જેટલા કાર્યકરોના પાકીટ સાફ કરી દીધા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જગદીશ કલાપીએ જણાવ્યું હતું કે, ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલ સાથે અન્ય ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ હાજર હતા. ભીડમાં કોઈ વ્યકિતએ ધારાસભ્ય સહિત 5 વ્યક્તિઓના પાકીટ ચોરી કર્યા છે. જે મામલે એક શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની અટકાયત કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પાકીટ ચોરી થયાની વાત અમારા ધ્યાન પર આવી છે જેને લઇને ફરિયાદીની ફરિયાદ નોંધાવી તજવીજ ચાલુ છે. ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કેજરીવાલ એ આજે વલ્લભ સદનની મુલાકાત લીધી હતી. AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરથી કરી હતી. તેમજ કેજરીવાલે વલ્લભ સદન શ્રી નાથજીના મંદિર ખાતે પત્રકાર પરીષદ યોજી હતી. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન કર્યું હતું. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.

જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત કેટલાક નેતાઓની વરણી, ભાજપમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત અને 15 જૂને ધારાસભ્યોની બેઠક મળવાની છે. જેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. 14 જૂને આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસના એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું કે “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *