AAP પાર્ટીનો મોટો નિર્ણય,ગુજરાતમાં ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા લીધો આ નિર્ણય,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.આજે આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ પોતપોતાના રાજકીય સમીકરણો નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. આ સંબંધમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ પદ સિવાય ગુજરાતમાં અન્ય તમામ હોદાનું માળખું આજે વિખેર્યું છે. AAP પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ એક નવી યુનિટની રચના કરવામાં આવશે.

આજે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા કરી, જનસંવેદના યાત્રા કરી અને ગામડા બેઠક યોજી છે. જેમાં લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. હું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ વ્યૂહરચના મૂકી છે.પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું આજે વિખેરાશે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે આજથી સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે. નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરવા આવશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું.હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.

આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે આગલા દિવસે AAPના ગુજરાત મિશનને લઈને મહેસાણામાં એક મોટી રેલીને સંબોધી હતી. આ રેલી દ્વારા કેજરીવાલે પાટીદાર સમાજના મતદારોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાત મહેસાણાને પાટીદાર સમાજની વોટ બેંકનો સૌથી મોટો વિસ્તાર માનવામાં આવે છે.

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ગુજરાત મિશન માટે છેલ્લા 3 મહિનામાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મહેસાણામાં રેલી પહેલા 11 મેના રોજ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા રાજકોટમાં પણ મોટી રેલી કરી હતી. તે પહેલા અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 2 એપ્રિલે અમદાવાદમાં એક મોટો રોડ શો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી ગુજરાતની 182 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે, આ સંદર્ભમાં આ દિવસોમાં ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની સક્રિયતા વધુ જોવા મળી રહી છે.

આ અગાઉ,હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં તેનું સંગઠન વિસર્જન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ સંગઠનની નવી ટીમની જાહેરાત કરતી વખતે સુરજીત સિંહ ઠાકુરને પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપ્યું. આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોલન જિલ્લાના રહેવાસી નિર્મલ શર્માને સોંપવામાં આવી છે. તેમજ 410 નવા હોદ્દેદારોને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 સંયુક્ત સચિવ અને આઠ નવા ઉપપ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *