Cricket viral video

એરોન ફિન્ચ ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ પીતા જોવા જોયો,વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ…

શનિવારે આરસીબીએ આઈપીએલ 2020 ની 33 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ને 7 વિકેટે હરાવી હતી. બેંગ્લોરની જીતનો હીરો રહી ચૂકેલા એબી ડી વિલિયર્સે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 22 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે, એરોન ફિન્ચ તે બધા વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે તે ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો.

Loading...

મેચના છેલ્લા 5 બોલમાં આરસીબીને જીતવા માટે 8 રનની જરૂર હતી, જ્યારે કેમેરો તણાવ થી ભરેલા ખેલાડીઓ તરફ ફર્યો, ત્યારે એરોન ફિંચ ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ ફૂંકતા દેખાયો. ફિંચનો આ વીડિયો જલ્દીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ક્રિકેટર સિગારેટ પીતો જોવા મળ્યો હોય. 2008 માં આઈપીએલની મેચ દરમિયાન એરોન ફિંચનો દેશબંધુ શેન વોર્ન મેદાનમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો, જેની ઘણી ચર્ચા થઈ હતી. વોર્ન તે સમયે રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. આ સિવાય કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના માલિક શાહરૂખ ખાન પણ આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *