એક્ટિવાની ચાવી, ટ્રુ કોલરનો ફોટો અને પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મીઓ, જાણો વિગતે…

વડોદરા ના નવલકહી ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. રાજકોટનો 21 વર્ષનો જશો અને આણંદનો 28 વર્ષનો કિશન ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા. લેટેસ્ટ માહિતી પ્રમાણે આ બે શકમંદોના નામ જશો દેવીપૂજક અને કિશન દેવીપૂજક હોવાની માહિતી મળી છે. આ આરોપીઓ પાસેથી સગીરાના મિત્રના એક્ટિવાની ચાવી મળી આવી છે. આ સિવાય ઘટના દરમિયાન તેેેેેમના ફોન પર આવેલા 8 સેકન્ડના કોલ તેમજ ટ્રુ કોલરના ફોટાના કારણે તરત પોલીસના સકંજામાં આવી ગયા હતા.

Loading...

આ ઘટના વિશે માહિતી આપતા સ્પેશિયલ CP અજય તોમરે માહિતી આપી છે કે ”28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાના ઉકેલ માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સાથે મળીને કામ કર્યું છે. આ તપાસ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફુટેજ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને તમામ રિસોર્સ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા છે. તેમની તપાસ દરમિયાન બીજા ગુનાની પણ માહિતી મળી શકે છે. આ બંને આરોપીઓને વડોદરા પોલીસને સોંપવામાં આવશે. હવે આ મામલાની આગળની તપાસ વડોદરા પોલીસ કરશે. ”

વધુમાં અજય તોમરે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. પૂછપરછમાં બીજા ગુનાઓની હકીકત જાણવા મળે તેવી શક્યતા છે. નવલખીની આસપાસના વિસ્તારમાં તે સમયે જે લોકો હતાં. તેની આસપાસ જે લોકો રહેતા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કડી મળતા બંને પકડાયા હતા. બંને આરોપીઓ ફુગ્ગા વેચવાની કામગીરી કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ મજૂરી કામ પણ કરતા હતા. આરોપીઓને એવુ લાગતુ હતુ, એમને નહીં ઓળખી શકાય, પરંતુ ગુનેગાર પુરાવા છોડીને જ જાય છે. અને પોલીસ તેના માટે મહેનત કરે છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારની મુલાકાત કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રીએ જ્યાં દુષ્કર્મ થયું હતું, તે નવલખી મેદાનમાં ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ગૃહમંત્રીએ નવલખી મેદાનના ઝાડી-ઝાંખરા વાડી અવાવરું જગ્યામાં જઈને નિરીક્ષણ કર્યું હતું, અને મેયરને રાજ્ય સરકાર પાસેથી અવાવરું જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માંગવા સૂચન કર્યું હતું.

બનાવ શું હતો:-
નવલખી કંપાઉન્ડમાં 28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં. મંગેતરે બૂમાબૂમ કરી પોલીસની મદદ લેતા નરાધમોએ સગીરાને ઉંચકીને દીવાલ પરથી નીચે ફેંકી દીધી હતી. પોલીસ ઝાડીઓમાં બેટરીઓ મારી સગીરાને શોધતી હતી ત્યારે દીવાલની પાછળ નરાધમોએ 45 મિનિટ સુધી સગીરા પર ગેંગરેપ કરી અંધારામાં ઓગળી ગયા હતાં. થોડીવાર બાદ સગીરા મળતાં પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

હમ પુલિસ કે આદમી હૈ, યહાં ક્યું બેઠે હો…:પીડિતા
પીડિતાએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, મે મેરે ફિયાન્સ કે સાથ બેઠી થી તબ દો લડકે હમારે પાસ આયે ઔર કહાં કે હમ પુલિસ કે આદમી હૈ, યહાં ક્યું બેઠે હો, યહાં સે ચલે જાવ કહે કે ડંડા લેકર હમકો ભગાને લગે. હમ દોનો સ્કૂટર પર બેઠકર ભાગને લગે તો વહ દોનો લડકોને મુજે સ્કૂટર પર સે ખીંચ કે કાફી દૂર લે ગયે. ફીર મુજે જમીન પર લેટા કે મારતે હુએ કર્લીબાલ વાલેને દો બાર ઔર મંજરી આંખ વાલેને એક બાર મિલ કે દોનોને 1 ઘંટે તક સંભોગ કીયા, બાદ મે વહ ભાગ ગયે ઔર મે ચલતે ચલતે આગે બઢી.

સગીરે પોલીસને ફોન ન લાગ્યો તો મિત્રની મદદ માંગી:-
સગીરાના મંગેતરે પોલીસને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં લાગતા તેણે મિત્રને જાણ કરી હતી. તેના બે કોલના ઓડિયો વાઈરલ થયા હતા. આ કોલમાં તેણે મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે, એ ભાઇ.. મેરી ફન્ટરકો ઝાડીઓમે લે ગયે, જલ્દી વે, પુલિસવાલો કો ફોન નહીં લગ રહા હૈ ભાઇ, દો-તીન જને અંદરથી ફટકે લેકે આયલે, મેરી ફન્ટરકો અંદર ખેંચ ગયે ઝાડીયો મેં. મેં ભગ કે ઇધર આયા. વે જલદી ફોન કરને પુલિસ વાલે કો. તું ટોલે કો લેકે આ જલ્દી આ..ફટકે લેકે આઇયો ફટકે.. વે જલ્દી આ પન કીતને જનો કો લેકર આયેગા..વે મરી ફન્ટર કો માર વાર ડાલેંગે તો ખોટી, જલદી આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *