ગુજરાત

અમદાવાદમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ, નરાધમ છોડી નાસી છૂટ્યો…

અમદાવાદ શહેરના આંબલી બોપલ રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સએ બાળકીનેલાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. ત્યાર બાદ વહેલી સવારે તેના ઘર નજીક છોડી ફરાર થઇ ગયો હતો. સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનીટીમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Loading...

આંબલી-બોપલ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક આવેલા ખુલ્લી જગ્યામાં એક મજૂર પરીવાર છાપરા બાંધીને રહે છે. ત્રણ દિવસ પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. જેને પગલે તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજઅલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, આ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકીરડતી હાલતમાં મળી આવી હતી.

ત્યાર બાદ પોલીસે બાળકીની તપાસ કરતા તેની સાથે કંઈક અણછાજતી ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસેબાળકીની મેડિકલ તપાસ કરાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવીહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *