ત્રીજી ODI માં હાર બાદ ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,ICC એ દંડ ફટકાર્યો,જુઓ

રવિવાર (23 ફેબ્રુઆરી)ના રોજ કેપટાઉનમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં ધીમી ઓવર રેટ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ટીમ ઈન્ડિયાને મેચ ફીના 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકાના હાથે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

Loading...

ICC દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “ખેલાડીઓ અને સહાયક ટીમના સભ્યો માટે ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, દરેક ઓવરના વિલંબ માટે ખેલાડીની મેચ ફીના 20 ટકા (ન્યૂનતમ ઓવર-રેટ માટે દંડ અંગે) લગાવામાં આવ્યો છે.’

કેએલ રાહુલની કપ્તાનીવાળી ટીમે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. આને ધ્યાનમાં રાખીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પેનલ્ટી ફિક્સ કરી હતી. રાહુલે ચાર્જ સ્વીકાર્યો, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી.

ઓન-ફીલ્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને બોંગાની જેલે ઉપરાંત ત્રીજા અમ્પાયર અલાઉદ્દીન પાલેકર અને ચોથા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકે રવિવારે મેચ બાદ આ આરોપો લગાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 49.5 ઓવરમાં 283 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 49.2 ઓવરમાં 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ભારતનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *