ટ્રોફી જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો,કેવી રીતે જીત્યું ગુજરાત ટાઇટન્સ,જુઓ વીડિયો

IPL 2022માં ગુજરાત ટાઇટન્સે શાનદાર રમત બતાવી. ગુજરાત ટાઇટન્સે ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે ગુજરાત ટાઇટન્સ જીત્યું.

Loading...

ફાઈનલ મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું યોગ્ય સમયે તે બતાવવા માંગતો હતો જેના માટે મેં ઘણી મહેનત કરી છે. આજે એ દિવસ હતો. મેં મારું સારું પ્રદર્શન સાચવ્યું હતું. સંજુને આઉટ કર્યા પછી જ્યારે મેં બીજો બોલ નાખ્યો ત્યારે મને સમજાયું કે બોલિંગ કરતી વખતે તમારે લાઇન લેન્થ બરાબર રાખવી પડશે. આગળ બોલતા હાર્દિકે કહ્યું કે બેટિંગ તેના દિલની ખૂબ નજીક છે. મેગા ઓક્શન બાદ એ સ્પષ્ટ હતું કે મારે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવી પડશે.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે હું અને ‘આશુ પા’ (કોચ આશિષ નેહરા) વિચારની બાબતમાં એકસરખા છીએ. અમને એવા બોલર્સ ગમે છે જે પોતાના દમ પર મેચ જીતી શકે. ટી-20 ક્રિકેટ ભલે બેટ્સમેનોની રમત હોય, પરંતુ બોલર તમને મેચ જીતાડશે. તેણે કહ્યું કે ટ્રોફીનો શ્રેય કોઈ એકને આપવામાં આવ્યો નથી, પરંતુ કોચ આશિષ નેહરા, ગેરી કર્સ્ટનથી લઈને લોજિસ્ટિક્સ સ્ટાફ સુધી બધાએ તેમાં યોગદાન આપ્યું છે.

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે લીગ સ્ટેજ અને પ્લેઓફ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમની કપ્તાનીમાં ટીમે 16માંથી 12 મેચ જીતી હતી. હાર્દિક પંડ્યાએ આગળ વધીને તેની ટીમનું નેતૃત્વ કર્યું. IPL 2022માં હાર્દિકે ખતરનાક રમત બતાવીને બધાના દિલ જીતી લીધા હતા. હાર્દિકે માત્ર તેની કેપ્ટનશીપથી જ નહીં પરંતુ તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી વિરોધી ટીમોમાં ડર પેદા કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં તેણે ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ 34 મહત્વપૂર્ણ રન પણ બનાવ્યા હતા. આ કારણથી તેને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *