ગુજરાતના શિક્ષણ વિભાગ ની બેદરકારી આવી સામે, વીરપુર પાસે રસ્તા પરથી મળી બોર્ડની ઉત્તરવહી…

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Loading...

વહેલી સવારે વીરપુરના ઓવબ્રિજ પાસેથી મોટી માત્રામાં આન્સરશીટ મળી આવી છે. આ આન્સરશીટ કોઈ નાંખી ગયું છે કે પછી ચકાસણી માટે જતી હતી અને પડી ગઈ છે. પરંતુ આ સમગ્ર ઘટના બહુ જ ચોંકાવનારી છે. મીડિયામાં અહેવાલ આવ્યા સુધી હજી સુધી લાગતા વળગતા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપી છે તેઓનો શું વાંક… મોટી માત્રામાં જવાબવહીનો આ જથ્થો છે, તો સાથે જ કેટલીક આન્સરશીટ ફાટી પણ ગઈ છે. ત્યારે આવામાં એ વિદ્યાર્થીઓનું શું જેઓ વધુ માર્કસ લાવવા અને સારી ડિગ્રી મેળવવા માટે મહેનત કરી રહ્યાં છે.

આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આરએસ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ બાબત મારા ધ્યાનમાં આવી છે. હું સ્થળ પર જઉં છું અને આ અંગેનો રિપોર્ટ મેળવીશ. ચાલુ ગાડીમાંથી ઉત્તરવહી પડે તેવી શક્યતાઓ ઓછી હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ બાબતની કાર્યવાહી શરૂ કરી દીધી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ખુલ્લેઆમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે. ત્યારે આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. કેમ કેવી રીતે આ ઉત્તરવહીઓ અહીં આવી. કોની બેદરકારીથી આ ઉત્તરવહીઓ અહીં રોડ ઉપર આવી. કે મહેસાણાની ઉત્તરવહીઓ અહીં ચક્કાસવા માટે આવતી હતી અને રસ્તા ઉપર પડી ગઈ વગેરે જેવા પ્રશ્ન ઉદ્દભવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *