અમદાવાદ ના કાંકરિયામાં રાઇડ તૂટી, 3ના મોત, 6ની હાલત ગંભીર, 25થી વધુ ઇજાગ્રસ્ત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંમોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાંઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા છે.

Loading...

રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાંપગલે કાંકરિયામાંલોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે.

વિજય નહેરાએ જણાવ્યુ હતું કે, પોલીસે સંચાલકો સામે એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી કરી છે. એફએસએલને પણ ઘટનાં સ્થળે બોલાવાઇ છે. આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *