વરસાદ

અમદાવાદ માં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. શહેરના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદી આગમન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદ ન પડતા વાતાવરણમાં બફારો ફેલાયો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Loading...

ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કરાણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને 15 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ થશે. નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *