વરસાદ

અમદાવાદના વાતાવરણ માં સાંજે પલટો,આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 85 લાખ અને 74 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 10 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે બીજી બાજુ ગુજરાત ના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Loading...

ત્યારે આજે અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિના સમયે 9 વાગ્યાથી કડાકાભડાકા સાથે વરસાદ વરસાવા લાગ્યો છે. શહેરના ઘાટલોડીયા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઇવે, વૈષ્ણવદેવી, સાયન્સ સિટી, શીલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલા બફારામાં લોકોને રાહત મળી હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.

વરસાદના કારણે UGVCLની પાવર સપ્લાય શહેર આસપાસના મોટાભાગના વિસ્તારમાં ડૂલ થઈ ગઈ છે. બોપલ, ઘુમા, વિવેકાનંદનગર, બાકરોલ, સનાથલ સહિત આસપાસના વિસ્તારમાં એક તરફ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ લોકોને અંધારામાં ઘરમાં પૂરાઈ રહેવું પડી રહ્યું છે. જેથી લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યે ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં, જેમાં સરખજે, એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *