વરસાદ

અમદાવાદના વાતાવરણ માં એકાએક પલટો,અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 96 લાખ અને 33 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 19 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં એક બાજુ કોરોના ને હવે રાજ્યમાં ધીમે ધીમે મેઘરાજા એ એન્ટ્રી કરી લીધી છે.ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.દિન પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત પરિવર્તનના પગલે દક્ષિણ પશ્ચિમના પવનો અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Loading...

ત્યારે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.શહેરના બોપલ, સરખેજ, એસજી હાઈવે, જોધપુર, વસ્ત્રાુપુર, ઘાટલોડિયા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, કાલુપુર, રખિયાલ, નરોડા, ન્યુ રાણીપ, રાણીપ, વૈષ્ણોવદેવી, જગતપુર, ચાંદખેડા, મોટેરા તથા સરખેજની આસપાસના સનાથલ, બાકરોલ, નવાપુરા, શાંતિપુરા સહિતના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન નાઉકાસ્ટે આગામી 3 કલાક સુધી બારે પવન સાથે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે.

જુઓ વીડિયો:-

નાઉકાસ્ટ દ્વારા રાતના 8-30થી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરી છે.સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત ગણાવી છે. જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજયમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20-21 જૂનથી વરસાદ વધશે.17મી જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

ત્યારે ગાંધીનગર માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડતાં અસહ્ય ઉકળાટમાંથી ગાંધીનગરને રાહત મળી છે. ચોમાસામાં જે પ્રકારે વરસાદ વરસે તે પ્રકારે વરસાદ વરસતાં ગાંધીનગરવાસીઓને બફારામાંથી છુટકારો મળ્યો છે. જોકે એકાદ જોરદાર વરસાદી ઝાપટું આવીને વરસાદ બંધ થઇ ગયો હતો.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *