અમદાવાદમાં વહેલી સવારે પડ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ભરાયા પાણી,જુઓ વીડિયો…

કોરોના ના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ચોમાસા એ આગમન કરી લીધું છે. અને વહેલી સવાર થી રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ તોફાની પવન સાથે વહેલી સવારે ચાર વાગ્યાથી અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેમકો, નરોડા, દૂધેશ્વર, શાહીબાગ, સરદારનગર, કોતરપુર જેવા વિસ્તારમાં સવા બે ઈંચ, ઉસ્માનપુરા, રાણીપ, રખિયાલ, વાડજ, આશ્રમ રોડ વિસ્તારમાં બે ઈંચ, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા, નારોલ, રામોલ વિસ્તારમાં દોઢ ઇંચ, બોડકદેવ, ચાંદખેડા, મોટેરા, ગોતા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 23 અને 24 નંબરના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

Loading...

અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન અને વરસાદના કારણે નારણપુરા, વસ્ત્રાલ સહિતની 10 જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. ગોતાના વંદેમાતરમ સર્કલ પાસે ભુવો પડતા એક ટ્રક ફસાઈ હતી. જ્યારે હેલ્મેટ સર્કલ પાસે એક ક્રેન પસાર થતી હતી ત્યારે રોડ બેસી જતા ક્રેનનું ટાયર પણ ફસાઈ ગયું હતું. ભારે પવનના કારણે અનેક જગ્યાએ હોડીગ્સ પણ ધરાશાયી થયા હતા. અખબારનગર ક્રિષ્ના હોસ્પિટલ પાસે મહાકાય હોડીગ નમી પડ્યું હતું. નહેરુનગર અને વસ્ત્રાલ પાસે પણ હોડીગ ઉડીને તૂટી પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સાંજે જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં 40થી50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી છતાં કોર્પોરેશન દ્વારા જોખમી હોડીગ ઉતારી લેવામાં આવ્યા ન હતા.મીઠાખળી અંડરબ્રિજ પાસે દીવાલ ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. રોડ પર દીવાલનો કાટમાળ પડતા કોર્પોરેશન દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં વહેલી સવારે ચાર કલાક બાદ વીજ કડાકા ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું છે. હાઈટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો હાટકેશ્વરમાં આવેલ આઈશ્રી ખોડિયાર મંદિર (વાવ) સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા ચાલતા સમારકામને લઈને તે શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કરી દીધું હતું.

ભારે વરસાદને પગલે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી ભરાયા છે. મણિનગર ગોરના કુવા માર્ગ પરની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની પણ અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ભરાયા છે. મણિનગરમાં જવાહરચોકથી ભૈરવનાથ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. જશોદાનગરથી સીટીએમના નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. તો વટવા જીઆઈડીસી જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

જુઓ વીડિયો:-

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *