ગુજરાત

મૈં હવાઓ કી તરહ હૂ,બસ બહના ચાહતી હૂ..,બોલી પરિણીતાએ હસતાં હસતાં સાબરમતી નદીમાં લગાવી છલાંગ, જુઓ વીડિયો

ગુજરાત રાજ્યમાં આપઘાત ના દિવસે ને દિવસે કેસો આવી રહ્યા છે.સુરત હોય કે અમદાવાદ નદીમાં છલાંગ લગાવવાના બનાવો સામે આવી રહ્યા છે.આવી જ એક ઘટના અમદાવાદ માં સામે આવી છે.અમદાવાદમાં એક પિરણીતાએ પતિના ત્રાસથી કંટાળીનું મોતનું પગલુ ભર્યું છે. એ કમહિલાએ અમદાવાદ રિવરફ્રન્ટથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં ઝંપલાવીને તપાસ કરી હતી. શોધખોળ બાદ મહિલાની લાશ બહાર કાઢી હતી. જોકે મહિલાએ મોત પહેલા વીડિયો બનાવીને પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી તેણે આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Loading...

તેણે વીડિયો માં કહ્યું હતું કે,”એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી અમદાવાદના વટવામાં એક પરિણીતાએ સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પરિણીતાએ જે વીડિયો બનાવ્યો હતો એમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ…ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે?

અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

‘એક ચીઝ જરૂર શીખ રહીચ હું મોહબ્બત કરની હૈ તો દો તરફ કરો એક તરફ મેં કુછ હાંસિલ નહિ હોગા. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ, એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો.. પ્લીઝ, જ્યાદા બખેડા મત કરના. મૈે હવાઓ કી તરહ હૂ બસ, બહના ચાહતી હૂ ઔર બહેતે રહના ચાહતી હૂ, કિસિકે લિયે નહિ રુકના, મૈં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે ઔર મુજે જિસકો જો બતાના થા વો સચ્ચાઈ બતા ચુૂકી હૂ, કાફી હૈ, થેંક્યુ. મુજે દુઆઓં મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

મળતી વિગતો પ્રમાણે, આઇશાના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *