વરસાદ

અંબાલાલ પટેલ કરી મોટી આગાહી,ગુજરાતમાં આટલા દિવસ મેઘરાજા મન મૂકીને વરસશે,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 32 લાખ 31 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે હવે હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે.

Loading...

ત્યારે સમગ્ર રાજ્યમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની સાથે 98 ટકા વરસાદ વરસાવવાની ગાંધીનગરના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ રિસામણાં કરી લેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

ત્યારે નક્ષત્ર આધારિત ગણતરી કરીને વરસાદની આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. એમાં ભાલ જેવા ભાગમાં અથવા બિન પિયત ભાગોમાં ચણા અને બીનપિયત ઘઉં સારો થશે. તેલીબિયા પાકોમાં રાયડો સારો થશે. 25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગડશે.

મઘા નક્ષત્રમાં જે વરસાદ થાય છે. તેના લીધે પાક સારો થાય છે. જો વરસે મઘા તો ધાનના થાય ઢગ. આ મઘા નક્ષત્રનાં પાણી અમૂલ્ય હોય છે. આ વરસાદથી તાપી નદીના જડ સ્ત્રોત અને નર્મદાની સપાટી વધશે. ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર આસપાસ થશે. ઓક્ટોબર પછી જો વરસાદ થાય છે તેને સ્વાતિ કહીએ છીએ. જેમાં કપાસની ક્વોલિટી સારી થતી નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં તારીખ 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ભાદરવી પૂનમે અંબાજીના મેળા વખતે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

સિસ્ટમ મજબૂત બનતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે.

એટલે આ વખતે ભાદરવો ભરપુર રહેશે.બીજી તરફ હવામાન ખાતાના જણાવ્યા મુજબ લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ડિપ્રેશનને કારણે સોમવારે એક દિવસમાં આખો દિવસ વરસાદ રહ્યો હતો. હજુ શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જેમાં 15 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે જામનગર અને દ્વારકાને રેડ ઝોન જાહેર કર્યા છે.

ત્યારે ગઈકાલે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *