વરસાદ

અમરેલીના આંબરડીમાં મેઘરાજાની જોરદાર બેટીંગ,ભારે પુર આવતા વાહનો રમકડાં ની જેમ તણાયા,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 92 લાખ અને 04 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 15 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં હવે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.આજે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં મેઘરાજા એ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે.

Loading...

ત્યારે અમરેલી જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સિઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી.તો આંબરડી ગામની બજારમાં નદીની માફક ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે લોકોએ ક્યારેય વિચાર્યો ના હોય તેવો વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે ગામમાં અનારાધાર વરસાદ વરસતા ગામની મુખ્ય બજારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ટ્રેકટરની ટ્રોલી અને ચાર મોટરસાયકલ તણાયા હતા. તો ગામની SBI બેંકની શાખામાં પણ પાણી ઘૂસી ગયા હતા. જોકે, હાલ પાણી ઓસરી જતા ગામલોકોએ રાહત લીધી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા હિંડોરાણા નજીક બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે થોડીવાર માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે, વરસાદ રોકાઈ જતા સ્થિતિ સામાન્ય બની હતી.જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ ઉપરાંત ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખાપાદર પાસેથી પસાર થતી શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

રાજુલા તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. આજે રાજુલા શહેરમાં 2 કલાક માં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે સાથે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડામાં પણ વરસાદ નું આજે આગમન ધમાકેદાર થયું છે.

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યાં આજે ફરી મેઘરાજાનું આગમન જસદણ પંથકમાં થયું છે. જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક મેઘમહેર થતા માર્કેટ યાર્ડમાં રહેલા તલ, મગ, બાજરી પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી હતી. બીજી તરફ લોધિકાના છાપરા શિવમ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *