world દેશ

અમરેકાના ટોપ-10 મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં આ ગુજરાતીનું નામ,દુનિયાની ખતરનાક પોલીસે રાખ્યુ 70 લાખ રૂપિયાનું ઇનામ

એફ.બી.આઈ. પુરુ નામ છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. કામ છે દુનિયાની સૌથી વધુ તાકાતવર દેશની અંદરની સુરક્ષા કરવાનું.અને તેને સંબંધિત ખુફિયા માહિતી રાખવાનું.આ એજન્સી એક ભારતીયની શોધખોળ કરી રહી છે.આ આદમી અંદાજીત 4 વર્ષથી ફરાર છે.હવે આ એજન્સી 1 લાખ ડોલર(અંદાજીત 70 લાખ) નું ઇનામ જાહેર કર્યું છે.એજન્સીનું કહેવું છે કે છેલ્લે આ વ્યક્તિ અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં જોવા મળ્યો હતો.

Loading...

જે વ્યક્તિને આ એજન્સી છેલ્લા 4 વર્ષથી શોધી રહી છે એનું નામ છે ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ.રહેવાનું ગુજરાતના વિરગામ જિલ્લાના કંટ્રોદિમાં છે.એજન્સી ના મત મુજબ એપ્રિલ 2015 માં ભદ્રેશે તેમની પત્નીનું બેરહેમીથી ખૂન કરી નાખ્યું.અને તે ફરાર થઈ ગયો.

એફ.બી.આઈ ની વેબસાઈટ પ્રમાણે ભદ્રેશ અને તેની પત્ની પલક અમેરિકાના મેરિલેન્ડ ના હનોવરમાં બનેલ ડંકીન સ્ટોરમાં 12 એપ્રિલ 2015 રાત્રી શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.એ દરમિયાન ભદ્રેશે એની પત્નીની હત્યા કરી અને ફરાર થઈ ગયો.

અમેરિકાની ખુફિયા એજન્સી એફ.બી.આઈ મુજબ ભદ્રેશ પલકની હત્યા કરી દુકાનમાંથી બહાર નીકળી પગપાળા ચાલીને એપાર્ટમેન્ટ પહોંચ્યો.ત્યાં તેનો સામાન ભેગો કરીને ટેકસી દ્વારા ન્યુયોર્ક પહોંચ્યો.ત્યાં તેમને રૂમ બુક કરાવી.13 એપ્રિલની સવારે એ હોટલની બહાર નીકળ્યો ત્યારથી એ ગાયબ છે.એને પકડવા એજન્સી એ હિન્દી,મરાઠી,ફ્રેન્ચ,અંગ્રેજી ,ગુજરાતિ ભાષામાં પોસ્ટર છપાવ્યા.અને તેની ઓળખાણ કરાવવા વાળા માટે 70 લાખનું ઇનામ જાહેર કર્યું.ભદ્રેશની તપાસ ભારતમાં પણ થઈ રહી છે પણ હજુ સુધી એ પકડાયો નથી.

એફ.બી.આઈ દુનિયાની ખતરનાક એજન્સીમાં ની એક છે.14 માર્ચ 1950 એ એજન્સી એ ટોપ 10 ફરાર વ્યક્તિ નું લિસ્ટ જાહેર કર્યું હતું.ત્યારથી લઈને આજ સુધી એ લિસ્ટનો આંકડો 523 સુધી પહોંચ્યો છે.તેમાંથી 488 લોકોની ધરપકડ થઈ ચૂકી છે કે એની તપાસ થઈ ચૂકી છે.આ લિસ્ટમાં 80 વર્ષના એક વૃદ્ધનું પણ નામ છે જે તેની પત્નીની હત્યાં કરીને ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *