હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જીલ્લામાં સતત પાંચમાં દિવસે ગાજવીજ સાથે પડ્યો વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.સતત પાંચમાં દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.

Loading...

આજે સતત પાંચમાં દિવસે અમરેલી જિલ્લામાં મેઘરાજાનું શાનદાર આગમન થયું છે.આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, ચૌત્રા સહિતના ગામડાઓમાં વરસાદ વરસતા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા.રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી જતા નદી નાળાઓ છલકાયા હતા. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય ખેડૂતોએ વાવણીના પણ શ્રીગણેશ કરી દીધા છે.

તો આજે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે વડીયા અને કુંકાવાવમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત લાઠીના શેખ પીપરીયા અને બગસરા શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

બીજી તરફ આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગ મુજબ આગાહી પાંચ દિવસોમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જુનાગઢ તથા અમરેલીમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *