ગુજરાત

ભારતના ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ,સાંજ સુધીમાં રજા મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. મળતી માહિતી મુજબ અમિત શાહની નાની સર્જરી કરવાની હોવાથી હોસ્પિટલ ડોકટરોએ અમુક ટેસ્ટ પણ કર્યાં છે. જો કે સાંજે 6 વાગે શાહને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવશે.

Loading...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનીઅમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા અમિત શાહ 4 અને 5 તારીખે અમદાવાદ રહેશે. ભાજપના નેતા તરીકે આવવાના ન હોવાથી તેમની મુલાકાત અંગે કમલમમાં ખાસ કોઇ સૂચના આપવામાં આવી ન હોવાનું જાણકાર સુત્રોનું કહેવું છે.

જોકે તેમની 29મી ઓગસ્ટમી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બંધબારણે બેઠક યોજીને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટેના સંભવિત ઉમેદવારો મુદ્દે ચર્ચા કરી હોવાનું બહાર આવ્યું હતું.

આ ચર્ચાને આગળ ધપાવવા ઉપરાંત ભાજપમા સંગઠનને વધું સંગીન બનાવવા માટે ચાલી રહેલા અભિયાનને વેગ આપવા માટે પણ તેઓ ચર્ચા કરે તેવી સંભાવના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *