વરસાદ

અમરેલી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો,બગસરા,રાજુલાના ગામડાઓમાં ધોધમાર વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 07 લાખ 74 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 21 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી લીધી છે.ગુજરાતમાં આજથી ચોમાસુ ફરી વાર જામશે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

ત્યારે અમરેલી જિલ્લામા સતત ત્રણ દિવસથી મેઘો છૂટો છવાયો વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામા આજે વાદળ છાયુ વાતાવરણ બંધાયુ બીજી તરફ દરિયા કાંઠે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે બપોરે બાદ અચાનક બગસરા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.

રાજુલા જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડા પુરતો જ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં ધીમીધારે વરસાદી ઝાપટુ જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામ મા ધોધમાર વરસાદ પડતાં સ્થાનીક ખેડૂતોમા ભારે ખુશી જોવા મળી રહી છે જ્યારે અહીં હેમાળ,કથારીયા,બારમણ જેવા આસપાસના ગામડામાં વરસાદ જોવા મળી રહ્યો છે.

લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેતીપાકને જીવતદાન મળ્યુંવરસાદ ખેંચાતા ખેડૂતો આ વિસ્તારના ચિંતામાં મુકાયા હતા અને પોતાનો પાક બળી જવાની ભીતિ સેવી રહ્યા હતા. જો કે, હવે જિલ્લામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, અષાઢી બીજે રથયાત્રાના દિવસથી 15મી જુલાઈ સુધી રાજ્યમાં તમામ જિલ્લાઓ, સાથે દીવ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અમરેલી, રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં હજુ સુધી 4.90 ઈંચ સાથે મોસમનો સરેરાશ 14.84 ટકા જ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *