ગુજરાત

પાટીદાર આંદોલનના અલ્પેશ,દિનેશ,હાર્દિક ની અરજીઓની આજે સુનાવણી થઈ,અલ્પેશ કથીરિયાના જામીન નામંજૂર માટે સરકાર ની અરજી

પાટીદાર આંદોલન વખતના રાજદ્રોહ કેસમાં સંડોવાયેલા આરોપીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણીયા, અને અલ્પેશ કથીરીયાની જુદી જુદી અરજીઓ પર આજે શેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નારાજગી પણ વ્યકત કરી અને ત્રણેને તેમની અરજીઓ પરની સુનાવણી 13મી સપ્ટેમ્બેરે નિયત કરી છે. આ કેસમાં રાજદ્રોહના કેસમાં ઘણા ટાઈમ પહેલા ચાર્જ ફ્રેમ કરી દેવાયા છે. જેમાં દિનેશ બાભણીયાએ ચાર્જ ફ્રેમ પછી પણ એક અરજી આપી છે. કોર્ટમાં જણાવ્યું કે અમારા વકીલ બાબુભાઈ માંગુકીયા નીચેની કોર્ટમાં આવવાની ના પાડે છે તેથી અન્ય વકીલ રોકવા માટે સમયની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે કહ્યું કે તમને હવે અંતિમ મુદ્દત આપવામાં આવે છે વકીલ રોકીને આવજો અને અરજી સાંભળી લેવામાં આવશે.

Loading...

તો અન્ય એક અરજીમાં અલ્પેશ કથિરિયાના જામીન નામંજૂર કરવા માટે સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની આજ રોજ સુનાવણી હતી જેમાં અલપેશના વકીલે મુદ્દતની માંગણી કરતા તેની સુનાવણી પણ 13 તારીખે રાખવામાં આવી છે. જેમાં સરકારે અલપેશ કથિરિયાની જામીન અરજી રદ કરવા પાછળનું કારણો રજૂ કર્યા હતા. જેમાં કે તેને જામીન પર છુટ્યા પછી શરતોનો ભંગ કર્યો હતો. સુરત ખાતે જુદા જુદા ગુનાઓ કર્યા હતા. તેમજ અન્ય કારણો પણ કોર્ટમાં દર્શાવવવામાં આવ્યા હતા.

તો હાર્દિકે હમેશની માફક આજે પણ અરજી આપી હતી કે તે સામાજીક કામમાં નાગપુર ગયા છે એટલે આવી શકે તેમ નથી. જેની સામે સરકાર પક્સે તેની સામે કોર્ટમાં વાંધો લિધો હતો. તો હાર્દિકના વકીલે કહ્યું હતું કે આવતી મુદ્દતે અમે હાર્દિકને હાજર રાખીશુ. કોર્ટે હાર્દિકને 13 તારીખ સુધીનો સમય આપ્યો છે ડીસચાર્ડ અરજી પર 13 તારીખે સુનાવણી થશે. અને ત્યારબાદ કેસ ચાલવાની શરુઆત થશે.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે અલ્પેશ કથીરીયાના જામીન નામંજુર કરવા માટે સરકાર દ્વારા અરજી કરવામા આવી હતી. જેની આજ રોજ સુનાવણી હતી જેમાં અલપેશના વકીલે મુદ્દતની માંગણી કરતા તેની સુનાવણી પણ 13 તારીખે રાખવામા આવી છે. જેમાં સરકારે અલ્પેશ કથિરિયાની જામીન અરજી રદ્દ કરવા પાછળનુ કારણો રજુ કર્યા હતા જેમાં કે તેને જામીન પર છુટ્યા પછી શરતોનો ભંગ કર્યો હતો.

સુરત ખાતે જુદા જુદા ગુનાઓ કર્યા હતા તેમજ અન્ય કારણો પણ કોર્ટમાં દર્શાવવવામા આવ્યા હતા. તો હાર્દિકે હમેશની માફક આજે પણ અરજી આપી હતી કે તે સામાજીક કામમાં નાગપુર ગયા છે એટલે આવી શકે તેમ નથી. જેની સામે સરકાર પક્સે તેની સામે કોર્ટમાં વાંધો લિધો હતો. તો હાર્દિકના વકીલે કહ્યું હતું કે આવતી મુદ્દતે અમે હાર્દિકને હાજર રાખીશુ. કોર્ટે હાર્દિકને 13 તારીખ સુધીનો સમય આપ્યો છે ડીસચાર્ડ અરજી પર 13 તારીખે સુનાવણી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *