ગુજરાત

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવી લોકોનું દિલ હચમચાવી નાખ્યું હતું ત્યાં કેજરીવાલની સભા,જાણો શું કહ્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો.ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. ત્યારે ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા છે.ત્યારે અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ શૉ કર્યો હતો.ત્યારબાદ 22 માસૂમોએ જીવ ગુમાવ્યો તે તક્ષશિલા ખાતે જાહેર સભાને સંબોધી હતી.

Loading...

અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હીનાં ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે. કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો.

હું તમારો ખુબ ખુબ આભારી છું હાલમાં નગર નિગમની જે ચૂંટણી થઇ તેમાં તમે આપને ખુબ જ મદદ કરી. 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેમાં પણ ભવ્ય પ્રતિસાદ મળવો જોઇએ. તમામ બટન માત્ર ઝાડુના જ દબાવા જોઇએ. તમે પણ તમારા ગામમાં લોકોને અને મિત્રોને જણાવજો કે પરમ દિવસે તમામ બટન ઝાડુના જ દબાવા જોઇએ. અમને માત્ર 5 વર્ષ માટેનો સમય આપો અને તમે જે 25 વર્ષમાં નથી જોયું તેવી સુવિધાઓ ગુજરાત માટે લાવી આપીશ. એક વખત અમારા પર પણ વિશ્વાસ કરો.

કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આજે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવવા લાગ્યા છે. દિલ્હીની ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ છે. આ વખતે દિલ્હીની સરકારી શાળાઓનું 98 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણની તો વાત એક તરફ રહી પરંતુ શાળાઓની સ્થિતી પણ જર્જરિત સ્થિતીમાં છે. આવામાં જરૂરી છે તમે 25 વર્ષથી પલાઠી મારીને બેસી ગયેલી સરકારને ભાન કરાવો કે આ લોકશાહી છે. ઇજારાશાહી નહી. પાંચ વર્ષ જો આપની સરકાર આવશે તો ગુજરાતનો વિકાસ બેવડાઇ જશે.

તક્ષશિલા અગ્નિ કાંડમાં જે પ્રકારે 22 માસૂમ બાળકો સમાયા હતા ત્યારે સમગ્ર શહેર હચમચી ગયો હતો. કોર્પોરેશનની કામગીરીને દેશભરમાં ટીકા થઈ હતી. ફાયર વિભાગ તેમજ જે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે શહેરી વિકાસ અધિકારીએ મંજૂરી આપી હતી જે અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે, હજી સુધી તેમણે યોગ્ય ન્યાય મળ્યો નથી. તક્ષશિલા સાથે સમગ્ર શહેર લાગણીથી જોડાયેલું છે અને તેના માટે કોર્પોરેશન ખુલ્લો પડકાર ફેંકવા માટે અરવિંદ કેજરીવાલે તક્ષશીલા કોમ્પ્લેક્ષ ખાતે જાહેર સભાને સંબોધવાનું પસંદ કર્યું છે. જેથી કરીને સ્પષ્ટ અને સીધો સંદેશ સુરત કોર્પોરેશનના સત્તાધીશો સુધી પહોંચે.

પાટીદાર વિસ્તારોની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટાયા છે. તમામનો આભાર માનવા માટે કેજરીવાલના આજે વિશાળ અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે રોડ દરમિયાન અલગ અલગ સ્થળ ઉપર પુષ્પવર્ષાથી તેમનું સ્વાગત કરવામાં આવી હતું. વડિલો, મહિલાઓ બાળકો તેમને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા હતા.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *