અશ્વિન એ પંત સાથે મળીને ચાલી આ ચાલ,પહેલા બોલ પર જ લીધી આવી રીતે વિકેટ,જુઓ વીડિયો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોનું વર્ચસ્વ છે. રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી અને ઇંગ્લેન્ડની સમસ્યાઓ વધારી. ચોથા દિવસે જ્યારે રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરવા આવ્યો ત્યારે ઋષભ પંતે તેની સાથે વાત કરી. પહેલા જ બોલ પર અશ્વિન ચાલાકીપૂર્વક ડેન લોરેન્સને આઉટ કર્યો.જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે ચોથા દિવસે ઇંગ્લેંડ બેટિંગ કરવા ઉતર્યું હતું, ત્યારે તેમને જીતવા માટે 429 રનની જરૂર હતી અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 7 વિકેટની જરૂર હતી. અશ્વિને આવતાની સાથે જ પ્રથમ બોલ પર વિકેટ લીધી. અશ્વિન બોલિંગ કરવા આવ્યો ત્યારે પંત તેની પાસે ગયો અને વાત શરૂ કરી દીધી. ત્યારબાદ અશ્વિને ડેન લોરેન્સને બહારથી બોલ્ડ કર્યો. લોરેન્સે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને શોટને ફટકાર્યો અને પંતએ પાછળથી સ્ટપિંગ કરી હતી.
જ્યારે લોરેન્સ 26 રને આઉટ થયો હતો, જ્યારે સ્ટોક્સ ફક્ત 8 રન બનાવી શક્યો હતો. હજી સુધી અશ્વિને 3 વિકેટ લીધી છે. ચોથા દિવસે અશ્વિને તેની ઓવરના પહેલા જ બોલ પર લોરેન્સને આઉટ કરીને ઇંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો.
ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો છે, જેના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતના અંત સુધી 3 વિકેટ પર 53 રન બનાવ્યા હતા. અશ્વિન ટર્નિંગ પિચ પર શાનદાર બોલિંગ કરી રહ્યો છે. અશ્વિને ભારતની બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી અને તે બોલિંગમાં આકર્ષક લાગે છે.