બાબર આઝમે 11 ઇનિંગ્સમાં 903 રન ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો,હાશિમ અમલાને પણ પાછળ મુકવાનો મોકો,જુઓ

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સોમવારે (9 જાન્યુઆરી) ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં અડધી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. બાબરે 88 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી. તે ગ્લેન ફિલિપ્સના હાથે સ્ટમ્પ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

Loading...

આઝમ સતત 11 વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. જણાવી દઈએ કે તેણે 11 ઇનિંગ્સમાં 903 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી, છ અડધી સદી સામેલ છે અને માત્ર એક વખત તે દસનો આંકડો પાર કરી શક્યો નથી. આઝમે 11 ઇનિંગ્સમાં અનુક્રમે 158, 57, 114, 105*, 103, 77, 1, 74, 57, 91, 66 રન બનાવ્યા છે.

આ મામલામાં આઝમે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. તેંડુલકરે સતત 11 ODI ઇનિંગ્સમાં 895 રન બનાવ્યા હતા. આ યાદીમાં વિરાટ કોહલી (1046 રન) પહેલા અને ડેવિડ વોર્નર (962 રન) બીજા સ્થાને છે.

આ મેચ સહિત આઝમે 91 ઇનિંગ્સમાં 4730 રન બનાવ્યા છે. તે ODI ક્રિકેટમાં 91 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. જો તે આગામી 9 ઇનિંગ્સમાં 270 રન બનાવશે તો તે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાના નામે છે જેણે 101 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *