ગુજરાત વરસાદ

કોરોના ના કહેર વચ્ચે જગતના તાત માટે માઠા સમાચાર,રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી…

આખા ભારતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. દિવસે ને દિવસે કોરોના ના આંકડા વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે કોરાનાકાળ વચ્ચે ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ફરીથી કમોસમી વરસાદ ની આગાહી કરી છે. રાજ્ય પર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેના કારણે 28 અને 29 અપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં માવઠાની આગહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

મળતી માહિતી મુજબ આ સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની સંભાવના છે.જણાવવાનું કે હાલ તો ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના વાયરસના પ્રકોપને ઝેલી રહ્યો છે. જેને લઈને ખેડૂતોને ખુબ પરેશાનીઓ ભોગવવાનો વારો આવ્યો છે. હવે તેમાં પણ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાંનવા 191 કેસ નોંધાયા છે. જેમાંઅદાવાદમાં 169, સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસનો સમાવેશ થાયછે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 14 અને સુરતમાં 1નું મોત થયું છે અને 7 દર્દી સાજા થયા છે. કુલ 2815 દર્દીમાંથી 29 વેન્ટીલેટર પર અને 2394ની હાલત સ્થિર છે જ્યારે265 સાજા થયા અને 127ના મોત છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 43,822 ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાંથી 2815ના રિપોર્ટ પોઝિટિવ અને 41007ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.આજે ડિટ્ચાર્જ થયેલા દર્દીની વિગતમાં આણંદના 4, સુરતના 1 અને દાહોદના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલમાં હોમ ક્વોરન્ટાઈનમાં 30064 લોકો, પ્રાઈવેટ ક્વોરન્ટાઈનમાં 267 લોકો અને સરકારી ક્વોરન્ટાઈનમાં 3403 લોકો છે. જે મળીને રાજ્યમાં ક્વોરન્ટાઈનની સંખ્યા 33734 પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *