તાઉ-તે વાવાઝોડા એ અમરેલી જિલ્લાના બગસરામાં મચાવ્યું તાંડવ,બે કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો,પતરા ઉડ્યા,જુઓ વીડિયો

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને હાલ વાવાઝોડું અમરેલીથી નીકળી ગઢડા તરફ આગળ વધ્યું છે.અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.ત્યારે વાવાઝોડાના રસ્તામાં આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, 7 ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

Loading...

ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેર માં વાવાઝોડા એ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે.બગસરા માં 2 જ કલાક માં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.તો અનેક જગ્યાએ મકાન ના પતરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે.તો અનેક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા છે.વાવાઝોડાના કારણે સોરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

જુઓ વીડિયો:-

સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો ધારી, જાફરાબાદ ,અમરેલી, રાજુલા, મહુવા અને સુરેન્દ્રનગર વગેરે હતા. પણ ઉના અને ગીર ગઢડા તાલુકાઓમાં સૌથી વધારે અસર થઇ હતી. જ્યાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પવનની સાથે સાથે ભારે વરસાદ પણ થયેલ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી, રાજકોટ, બોટાદ, જુનાગઢ ,મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે.

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *