Uncategorised દેશ

બહરીન: મુસ્લિમ મહિલાએ ગણેશ મૂર્તિઓ તોડી, થઈ કાર્યવાહી

ગણેશ ચતુર્થી પહેલા, બહરીનમાં ગણપતિની મૂર્તિઓ તોડવા બદલ એક મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બહરીનમાં એક 54 વર્ષીય મહિલાએ મનામા ઝુફેરના સુપરમાર્કેટ વિસ્તારમાં અનેક ગણપતિ મૂર્તિઓ તોડી હતી.

Loading...

આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયો છે. વીડિયોમાં આ મહિલા દુકાનદાર પર ચીસો પાડતી જોઇ શકાય છે. મહિલા ગુસ્સાથી મૂર્તિઓ ઉપાડીને ફ્લોર પર ફેંકી રહી છે.

બહરીનના ગૃહમંત્રાલયે કહ્યું છે કે મહિલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. એક ટવીટ માં, રાજધાની પોલીસે દુકાનને નુકસાન પહોંચાડવા અને ચોક્કસ સંપ્રદાય અને તેની પરંપરાઓનું અપમાન કરવા બદલ 54 વર્ષીય મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અરબી ભાષી મહિલા વીડિયોમાં વારંવાર કહે છે – આ મુસ્લિમ દેશ છે. આ ઘટના અંગે રોયલ સલાહકાર અહેમદ અલ ખલીફાની પણ આકરી પ્રતિક્રિયા આવી છે. તેમણે આ ઘટનાની નિંદા કરી.

તેમણે ટવીટ કર્યું, “ધાર્મિક પ્રતીકો તોડવું બહરીનના લોકોનો સ્વભાવ નથી. તે નફરતનો ગુનો છે અને તેનો સખત વિરોધ કરવામાં આવે છે. તમામ ધર્મ, સંપ્રદાયોના લોકો અહીં એક સાથે રહે છે.”

બહરીનમાં ભારતીયો મોટી સંખ્યામાં છે. અહીંની કુલ 1.3 મિલિયન વસ્તીમાંથી, લગભગ ચાર લાખ લોકો ભારતીય છે. ૨૦૧૦ ની વસ્તી ગણતરી પ્રમાણે, બહરીનની કુલ વસ્તીના હિંદુ 8 ટકા હિંદુઓ છે.

બહરીન ઇસ્લામી દેશ છે પણ અહીં પર્યાપ્ત ધાર્મિક સહિષ્ણુતા છે. બહરીનમાં ઘણા હિન્દુ મંદિરો છે. બહરીનમાં સૌથી પ્રાચીન મંદિર શ્રીનાથજી મંદિર છે જે લગભગ 200 વર્ષ જૂનું છે.

ઇન્ડોનેશિયા એ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે પરંતુ અહીં પણ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. અહીં ભગવાન ગણેશને કલા અને ડહાપણનો ભગવાન માનવામાં આવે છે. આ કારણોસર, પ્રથમ અહીંના ચલણ પર ભગવાન ગણેશની છબી લખેલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *