ધાર્મિક

મારાથી કોઇને દુ:ખ પહોંચે એ પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરૂં,કૃષ્ણ મારા ઇષ્ટદેવ,મારા પ્રભુ છે-મોરારી બાપુ

કથાકાર મોરારી બાપુનો રામકથા દરમિયાનનો કૃષ્ણ ભગવાન અંગેનો તેમનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો હતો,આ વીડિયોને લઈને ગુજરાત ઉપરાંત યુપીના લખનઉ અને દિલ્હીમાંથી પણ વિરોધ જોવા મળ્યો છે.દ્વારિકામાં ધર્મસ્થાપન ન કરી શક્યા કૃષ્ણ ,કૃષ્ણના દિકરાના દિકરાઓ ખૂબ જ નશો કરતા હતા,દ્વારિકાના રાજમાર્ગ પર નશો કરતા હતા,ચોરી કરતા પણ કૃષ્ણના મોટાભાઈ બલરામ ૨૪ કલાક પીતા હતાઃ મોરારીબાપુનો વાયરલ વીડિયો માં કહ્યું હતુ ત્યાર બાદ માફી માંગતો વિડીયો મુક્યો હતો.

Loading...

માનસ ગરુ વંદનાના આજના બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી કોઈ વાત ગમી ન હોય તો આપ સહુની સમક્ષ હું નિર્મળ સાધુભાાવથી કહું છું કે આપ ભલે મને પોતાનો ન સમજો તો પણ હું આપ સહુને મારા પોતાના જ સમજુ છું.મારા માટે તો “વસુધૈવ કુટુમ્બકમ છે. હું માત્ર મારા ભજનમાં મગ્ન રહું છું. કેટલાક સમયથી મારા અગાઉના ભગવાન કૃષ્ણ અંગેનાં નિવેદનને લઈને કેટલાક વિવાદો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ભગવાન કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે.

મારી પરંપરા નિંબાર્કી છે. મારા કુળદેવી રૂક્ષ્મણીજી છે. અમારું ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યૂત છે અને હરિનામ મારો આહાર છે. સાધુના અંતરના ભાવથીમારા કોઈનિવેદનથી દુનિયાના કોઇ પણ માણસનું દિલ દુખાય એ પહલા તો હું સમાધિ લેવાનું પસંદ કરીશ.

કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે
બાપુની જે વાત દ્વારા ગેરસમજ ઊભી કરવામાં આવી હતી, એ વખતે બાપએુ કૃષ્ણના આખરી વર્ષોમાં એમણે જે દર્દ ભોગવ્યું હતું તેની પ્રસ્તુતિ- અભિવ્યક્તિ તેમણે પોતાની રીતે, લોક ભાષામાં કરી હતી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે જ. પરંતુ બાપુ કોઈ શાસ્ત્રાર્થમાં માનતા નથી. બાપુ શાસ્ત્રક્રમને બદલે સાધુક્રમને પ્રાધાન્ય આપે છે. એટલે જ સાધનું અંતઃકરણની પ્રવૃતિ પ્રમાણે એમણે કૃષ્ણના જીવનની વેદના, રડતાં હૃદયે અને અશ્રુ ભીની આંખોએ ‘માનસ શ્રીદેવી’ કથાગાન સમયે વ્યક્ત કરી હતી.

બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, મારા પ્રભુ છે. મારા બધા જ શ્રોતાઓ જાણે છે કે જ્યારે કૃષ્ણ સ્મરણમાં હું જ્યારે કૃષ્ણકથા કહેતો હોઉં છું ત્યારે મારી આંખોમાં જેટલા આંસુઓ વહે છે એટલા બીજા કોઈ પ્રસંગે ઉમટતા નથી. તેમ છતાયં મારાં કોઈ પણ નિવેદનથી આપને કોઈને પણ જરા પણ ઠેંસ પહોંચી હોય તો હું ફરી એકવાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી અને તમામ પૂજ્ય ચરણો સુધીના સૌની માફી માગુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *