ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં થયો મોટો ફેરફાર,હવે શિખર ધવન નહીં KL રાહુલ હશે કેપ્ટન,BCCIની જાહેરાત,જુઓ

ઝિમ્બાબ્વે પ્રવાસની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. કેએલ રાહુલને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને હવે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. અગાઉ શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ હવે BCCIએ કેએલ રાહુલની વાપસીની જાહેરાત કરી છે. ભારતે 18 ઓગસ્ટથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે, જે હરારેમાં રમાવાની છે.

Loading...

હવે આ હશે ઝિમ્બાબ્વે શ્રેણી માટેની ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ આઈપીએલ 2022 થી કોઈ મેચ રમી શક્યો નથી. અગાઉ તે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ કરવાનો હતો, પરંતુ સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો અને રિષભ પંતને કેપ્ટનશિપ કરવી પડી હતી.

તે પછી તે ફિટ ન હોવાથી ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાઈ શક્યો ન હતો. તાજેતરમાં પૂર્ણ થયેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન કેએલ રાહુલને કોરોના થયો હતો. ત્યારથી તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરસેવો પાડી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *