ગુજરાત દેશ

શિવાંશ મામલે મોટો ખુલાસો,માતા હીના ની સચિને હત્યા કરી,લાશને રસોડામાં મુકીને બાળકને ગૌશાળા પાસે છોડી દીધો,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,ગાંધીનગરના ગૌશાળા પાસે મળી આવેલા બાળક કેસમાં હવે મોટા વળાંક આવી રહ્યા છે.બાળક મળ્યું એ પછી પોલીસ સતત તપાસ કરી રહી હતી અને પોલીસે પિતા સચિન ને ઝડપી લીધો હતો. બાદમાં બાળકનું નામ શિવાંશ છે તેવું પણ જાણવા મળ્યું હતું.ગાંધીનગરના સેક્ટર 26માં સચિન ના ઘરે તપાસ કરાઈ હતી જો કે પડોશીઓ એ કહ્યું કે અમે તો આ બાળકને અહિયાં નથી જોયું. આ સચિન નું બાળક નથી.

આજે સચિન ની કડક પુછપરછ કરાઈ હતી અને શિવાંશ ની અસલી માતા કોણ છે તેનો ખુલાસો થયો. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદી હતી જેણે સચિન સાથે રહેવાની જિદ્દ કરી હતી. જેથી સચિને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશને રસોડામાં મુકીને ગાંધીનગર આવ્યો હતો.સચિન દીક્ષિત ની પત્ની તો કોઈ બીજી જ હતી જે ગાંધીનગરમાં રહેતી હતી. પણ મહેંદી ઉર્ફે હિના સાથે સચિન પ્રેમમાં હતો.

હિના અમદાવાદમાં જ્યાં નોકરી કરતી હતી ત્યાં જ સચિન તેને મળ્યો હતો અને બાદમાં બંને સાથે રહેવા લાગ્યા હતા. જો કે ૬ મહિનામાં બન્ને અલગ થઇ ગયા હતા. બાદમાં ફરી સંપર્કમાં આવ્યા અને 2020માં હિનાએ બાળકને જન્મ આપ્યો જે શિવાંશ હતો. છેલ્લા કેટલાક સમયથી હીના વડોદરામાં નોકરી કરતી હોવાથી સચિન પણ શિવાંશ સાથે વડોદરા રહેતો હતો.

થોડા દિવસ અગાઉ સચિનને તેના માતાપિતા સાથે વતનમાં જવાનું હતું પણ મહેંદીએ કહ્યું હતું કે તું મારી સાથે જ રહે. બાદમાં આ વાત નો ઝઘડો ઉગ્ર થયો હતો અને સચિને મહેંદી ની હત્યા કરી નાખી હતી.લાશ ને ત્યાં જ મૂકી તે અમદાવાદ આવવા નીકળ્યો હતો અને શિવાંશ ને ગૌશાળા પાસે છોડી દીધો. પોલીસના જણાવ્યા મુજબ સચિન અમુક દિવસો મહેંદી સાથે રહેતો હતો અને અમુક દિવસો ગાંધીનગરમાં રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *