Congress

મહારાષ્ટ્રમાં ભાજપે લોકતંત્રને ખતમ કરવાનું શરમજનક કામ કર્યું: સોનિયા ગાંધી

મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ગુરૂવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપે લોકતંત્રને નુકશાન પહોંચાડવાનું શરમજનક કામ કર્યું છે. તેમણે ભરપૂર કોશિષ કરી કે ત્રણેય પાર્ટી ગઠબંધનની સરકાર ન બનાવી શકે. આટલું જ નહીં, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પણ એ જ કર્યું જે તેમને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નિર્દેશ કર્યું. સોનિયાએ એ પણ કહ્યું કે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવવાનો જે નિર્ણય કર્યો તે કોઇ રીતે સાચો ન કહી શકાય.

Loading...

તેમણે કહ્યું, ‘‘મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન એટલા માટે કાયમ ન રહી શક્યું કારણ કે ભાજપને ઘમંડ અને વધુ આત્મવિશ્વાસ થઇ ગયો હતો. તેમણે અમારા ગઠબંધનને નુકશાન પહોંચાડવાની કોશિષ કરી. અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. ત્યારબાદ મોદી-શાહની સરકારનો પર્દાફાશ થઇ ગયો. હું ખાતરી અપાવું છું કે ત્રણેય પાર્ટી એકસાથે મળીને ભાજપના ઈરાદાને નાકામ કરી દીધા. ’’ કોંગ્રેસની આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત હતા.

સોનિયા ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું, ‘‘એ સ્પષ્ટ થઇ ગયું છે કે મોદી-શાહની સરકાર શાલીનતાના મામલામાં દેવાળુ ફૂંકી ચૂકી છે. કેન્દ્ર સરકાર એ મામલામાં પણ અસફળ રહી છે કે દેશની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવામાં આવે. અત્યારે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. વિકાસ દર લગાતાર નીચે જઇ રહ્યો છે. બેરોજગારી વધી રહી છે અને રોકાણ પણ નથી થઇ રહ્યું. ’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *