Bollywood

બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કંગના રનૌતએ ભાઈની સગાઈમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો…

બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કંગના રનૌત ના ભાઈ અક્ષત રનૌતની સગાઈ હરિયાણાની યુવતી ઋતુ સાંગવાન સાથે થઈ. હવે આ રિંગ સેરેમનીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. તો હવે રિંગ સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કંગના અને તેની બહેન રંગોલી ડાન્સ કરતી નજર આવી રહી છે. શુક્રવારે રંગોલી એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પરિવારના તમામ સદસ્યો પહાડી ગીત પર ડાન્સ કરતા નજર આવે છે.

Loading...

કંગના રનૌતના ભાઈ અક્ષતની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કંગના રનૌતે આ અવસરે ગોલ્ડન કલરની સાડી પહેરી છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. કંગના રનૌતના ઘરમાં ઉત્સવની તક છે કારણ કે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના ભાઈ અક્ષતની એક નવી સુંદર જીવન યાત્રા શરૂ થવા જઈ રહી છે. પાયલટ અક્ષતે રિતુ સાથે સગાઈ કરી છે.

આજે અક ભવ્ય સગાઈ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં કંગના અને રંગોલી સહિત આખા રનૌત પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્વિન ફિલ્મની અભિનેત્રી કંગના રનૌતે પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી કેટલીય પોસ્ટ શૅર કરી છે. આ અવસરે કંગના રનૌતે કાશીમાં બનેલી એક બનારસી સાડી પહેરી હતી અને તેના પર સુંદર ફૂલોની ડિઝાઇન પ્રિન્ટ કરેલી હતી.

અન્ય તસવીરોમાં કંગના રનૌતના આઉટફીટનો અંદાજ કંઇક નિરાળો હતો. કંગનાનું સરસ મેકઅપથી લઈને સેટ અને હેરસ્ટાઇલ સુધી બધું જ અપ ટૂ ડેટ હતું. સગાઈમાંથી કંગનાની બહેન રંગોલીએ કપલનો એક સરસ વીડિયો શૅર કર્યો છે. ક્લિપમાં અક્ષત અને રિતુ બન્ને ખૂબ જ શરમાળ લાગી રહ્યા હતા. રંગોલીએ કેટલીક પારિવારિક તસવીરો પણ કરી. કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ધાકડ અને પંગામાં દેખાશે.

વીડિયોમાં રંગોલીએ સલવાર સૂટ પહેર્યા છે તેવું દેખાય છે. તો કંગનાએ ગોલ્ડન કલરન બનારસી સાડી પહેરી છે. વીડિયોમાં કંગના તેના પરિવાર સાથે મદમસ્ત આલમમાં ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ જ પોપપ્યુલર બન્યો છે. જુઓ કંગના તેના ભાઈના સગાઈમાં કેવી રીતે ડાન્સ કરી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલ તેની આગામી ફિલ્મ થલાઈવીની તૈયારીમાં વ્યસ્ત છે. તેની આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા પર આધારિત છે. તમિલમાં થલાઈવી અને હિન્દીમાં જયા નામથી આ ફિલ્મ રિલીઝ થવાની છે. જેને સાઉથના પોપ્યુલર ડિરેક્ટર એએલ વિજય દ્વારા ડિરેક્ટર કરાઈ છે. બાહુબલી અને મર્ણકર્ણિકા ફેમ લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *