world દેશ

આ વ્યક્તિની એક હરકતથી વિદેશમાં આટલું નામ ખરાબ થયુ કે ઇન્ટરનેર ઘણા ભારતીયો માફી માંગી રહ્યા છે

એક ભારતીય પ્રવાસી ભૂટાન પહોચ્યો.એને ડોલુચામાં રાષ્ટ્રીય યાદગાર સ્તૂપ પર ઉભા રહીને ફોટો પડાવ્યો.આ ફોટો વાયરલ થઈ ગયો કેમ કે એણે જ્યાં ઉભા રહીને ફોટા પડાવ્યા એ ધાર્મિક સ્થળ હતું.જેથી સ્થાનિક લોકોની ભાવનાને નુકસાન પહોંચું.ત્યારબાદ સ્થાનિક પોલીસ RBP એ તેની ધરપકડ કરી અને પુછપરછ કરી રહ્યા છે.બૌદ્ધ ધર્મમાં સ્તુંપને પવિત્ર માનવામાં આવે છે.ભૂટાનમાં આ સ્ટુપોની પૂજા કરવામાં આવે છે.

Loading...

ધ ભુટાનિઝના રિપોર્ટ મુજબ ની ઓળખાણ અભિજીત રતન હજારેના રૂપમાં થઈ છે.તે મહારાષ્ટ્રમાં રહે છે.ભારતથી 15 બાઇકોનું ટોળું ત્યાં ઘુમવા નીકળ્યું હતું.RBP એ અભિજીત નો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે.અભિજીતના દોસ્તારોનું કહેવું છે કે અમને નહોતી ખબર કે અમે જ્યાં સ્તૂપ પર ઉભા હતા એ ધાર્મિક જગ્યા છે.

અભિજીતની આ હરકત થી ભારતીય લોકો સોસીયલ મીડિયામાં કહે છે કે આવા લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.લોકો ફોટો પાડવા માટે કઈ પણ કરે છે.આ લોકોને અહેસાસ કરાવાની જરુર છે.ભારતીય લોકો અભિજીત દ્વારા કરાયેલ ભુલ બદલ માફી માંગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *