સુરત

દીકરા ના જન્મદિવસ ની ઉજવણી કરીને સુરત પરત ફરી રહ્યો હતો પરિવાર અને નડ્યો અકસ્માત, દીકરાનું મોત,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 84 લાખ અને 51 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 9 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત માં દિવસે ને દિવસે અનેક એવી ઘટનાઓ બની રહી છે.ત્યારે સુરત શહેરમાં ફરીથી એક અકસ્માત ની ઘટના સામે આવી છે.વાલક પાટીયા પાસે બનેલી કરુણાંતિકામાં 5 વર્ષીય માસૂમનો જન્મ દિવસ ઉજવીને વરાછાનું નાકરાણી પરિવાર કામરેજના ફાર્મહાઉસથી સુરત ઘરે પરત ફરી રહ્યા હતા.

Loading...

ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે ભટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં રહે છે. ભરતભાઇ નાકરાણી એમ્બ્રોયડરીનું કામ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે.

2જી જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા હતા.નાકરાણી પરિવારે રાત્રિ રોકાણ પણ કામરેજના ફાર્મહાઉસમાં જ કર્યું હતું. ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો.

કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી. ભરતભાઈએ મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *