ડ્રાઇવર વગર જ ચાલતી હતી કાર,વ્યક્તિ પાછળની સીટ પર આરામથી બેઠો હતો,પછી પોલીસે કર્યું એવું કે..,જાણો
ટેસ્લા વિશે દરેક લોકો જાણે છે, ટેસ્લા એક જાણીતી કાર છે. આ કાર સુરક્ષા અને તકનીકીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. કારની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં ઑટો-પાયલોટ મોડ પણ છે, જેમાં બસ વ્યક્તિને બેસવું પડે છે, અને કાર જાતે ચાલે છે. આટલું જ નહીં, કારમાં રિમોટ ડ્રાઇવિંગ સિસ્ટમ પણ છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કારનો માલિક કારની પાછળ બેઠો હતો અને કાર જાતે જ આગળ વધી રહી હતી.
કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના ગોલ્ડન ડિવિઝને આ વ્યક્તિનો ફોટો પ્રકાશિત કર્યો છે. આ ફોટો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. આમાં, ટેસ્લા કારનો માલિક તેની કારમાં પાછળથી આરામથી બેઠો છે અને કાર તેની જાતે જ ચાલે છે. પોલીસે ફેસબુક પર જણાવ્યું હતું કે તેઓને આ માહિતી અન્ય કોઈ સ્ત્રોતથી મળી છે.
આ ફોટો શેર કરતી વખતે પોલીસે લોકોને સંદેશ પણ આપ્યો છે કે જો તમે કોઈને હાઇવે પર આવું કરતા જોશે તો તરત પોલીસને જાણ કરો. જેથી તેના પર કાર્યવાહી થઈ શકે. હાલ પોલીસે આ વ્યક્તિ ઉપર કાર્યવાહી હાથ ધરી છે.
શેર કરેલી વિડિઓમાં તમે જોઈ શકો છો કે વાહનનું સ્ટીઅરિંગ ખાલી છે અને તે વ્યક્તિ પાછળ બેઠો છે. કાર તેની જાતે ચાલે છે. કેલિફોર્નિયાના કાયદા મુજબ, ઓટોપાયલોટ કારમાં દરેક સમયે સ્ટીઅરિંગ પાછળ કોઈક હોય છે.