ગુજરાત

મણીનગરમાં આવેલા હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઢોસા માંથી ક્રોકચ નીકળતા વિડીયો વાયરલ.જુઓ વિડીયો

મણિનગરમાં રામબાગ નજીક ઓનેસ્ટ ભાજીપાવની રેસ્ટોરન્ટ આવેલી છે. આજે રાત્રે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે એક પરિવાર ગયું હતું. પરિવારે એક બાળક માટે સ્પ્રિંગ ઢોસો મંગાવ્યો હતો. બાળક આ ઢોસો ખાઈ રહ્યો હતો પરંતુ એ સમયે જ સાથે રહેલી પરિવારની મહિલાનું ધ્યાન ગયું હતું તે સમયે ચમચીથી આ બાળક ઢોસાની સાથે મરેલો નાનો વંદો પણ ખાવા […]

ગુજરાત વરસાદ

ખેડૂતો-ખેલૈયાઓ માટે રાહત હવે ભારે વરસાદની શક્યતા નથી – દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડ્યું

લીલા દુકાળનો સામનો કરી રહેલા ખેડૂતો અને નવરાત્રિમાં ગરબા કરવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હવે માત્ર બુધવાર સુધી વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટી જશે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની પડોશમાં સર્જાયેલું ડિપ્રેશન મંગળવારે સવારે નબળું પડયું છે. હવે માત્ર બુધવારે […]

ગુજરાત

જેલની બહાર સર્જાયા ભાવુક દ્રશ્યો, ગાંધીજયંતી પર માફી આપી છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા..

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 125, 304 અને 326ના ગુનામાં સજા કાપી રહેલા 24 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા છે. કેદીઓને છોડાતા જેલની બહાર લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે તબક્કામાં […]

ગુજરાત

5000 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ નો રેકોર્ડ માટે જાણીતા ગુજરાતના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ. ત્રિવેદી નું અવસાન.

5000 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ નો રેકોર્ડ ધરાવનાર જાણીતા ગુજરાતના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ. ત્રિવેદી (Dr. H.L. Trivedi) નું અવસાન થયું છે. દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાત માં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ (Kidney Hospital) તેમની દેણ છે. છેલ્લાં કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર […]

ગુજરાત ધાર્મિક

વૈષ્ણોદેવીનો 13 કિ.મી. માર્ગ વિદેશી ફૂલોથી સજ્યો, 4 લાખ જેટલા યાત્રાળુઓ અહીં પહોંચશે

માતા વૈષ્ણોદેવીનો 13 કિમી લાંબો પગપાળા માર્ગ આજકાલ વિદેશી ફૂલોથી મહેકી રહ્યો છે. શ્રાઈન બોર્ડે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ અને યુએઈથી વિવિધ પ્રકારના ફૂલ મગાવ્યાં છે. વૈષ્ણોદેવીમાં 9 દિવસ ચાલનારા શતચંદી યજ્ઞના વૈદિક મંત્ર અહીં દરેક જગ્યાએ સંભળાઈ રહ્યાં છે. મહા અષ્ટમીના દિવસે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. આ વખતે શ્રાઈન બોર્ડના ભોજનાલયમાં વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ […]

ગુજરાત

અલ્પેશ ઠાકોર ની સામે કોંગ્રેસે રઘુ દેસાઇને મેદાનમાં ઉતાર્યા…

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોને સોમવારનો એકમાત્ર દિવસ જ મળ્યો હતો, કારણ કે શનિવાર સુધી શ્રાદ્ધ પક્ષ હોવાથી તમામ ઉમેદવારોએ સોમવારે ઉમેદવારી પત્ર ભર્યા હતા. જેમાં ભારે ઇન્તેજારી વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઇ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી, ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને એનસીપીમાંથી ફરશુભાઈ ગોકલાણીએ ઉમેદવારી નોંધાવી હતી. સોમવારે ભારે વરસાદ હોવા છતાંય વિશાળ સંખ્યામાં […]

ગુજરાત

ભાજપના છ ઉમેદવારોએ સમર્થકો સાથે વાજતે ગાજતે નામાંકન પત્ર ભર્યું…

21 ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીના ભાજપના ઉમેદવારોએ ઢોલ નગારા સાથે અને વાજતે-ગાજતે સમર્થકોની સાથે ઉમેદવારીપત્ર ભર્યા હતા. રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ. સચિવાલયમાં અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે અલ્પેશ ઠાકોર ફોર્મ ભરવા જશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી […]

ગુજરાત

અંબાજી પાસે ત્રિશુળીયા ઘાટ નજીક સર્જાયો અકસ્માત, 10 લોકોના મોત, 15 લોકો દટાયા હોવાની શંકા

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. બસ સ્લીપ ખાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી […]

ગુજરાત દેશ

ગોંડલ પંથક માટે ગૌરવની વાત, થાઇલેન્ડ-શ્રીલંકામાં રમાયેલ ચેસ્ટોબોલ સ્પર્ધામાં ભારતની ટીમનો ગોલ્ડમેડલ સાથે વિજય

ગુજરાતને ગૌરવ અપાવતા ગોંડલના ભારતીય ઈન્ટરનેશનલ ટીમમાં સમાવેશ પામેલ ગોંડલના 6 ખેલાડીઓ સાથેની ચેસ્ટો બોલની ટીમ વિદેશ પ્રવાસે ગઈ હતી. થાઈલેન્ડ, શ્રીલંકા સહિતના દેશોમાં યોજાયેલ ચેસ્ટો બોલની ઈન્ટરનેશનલ 3 રમતની સીરીઝમાં ભારતની ટીમે 2/1 થી સિરીઝમાં વિજય હાંસલ કરીને ખેલાડીઓએ ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા હતાં. બે-બે દેશનો પ્રવાસ કરીને સ્વદેશ પરત ફરેલ ભારતીય ઈન્ટરનેશનલ ચેસ્ટો […]

Bjp Hardik Patel ગુજરાત રાજનીતિ

આજના શાસકોએ અંગ્રેજોને પણ શરમાવે તેવા કાયદા કાનૂન શરૂ કર્યા છે: અમીત ચાવડા

પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ દાંડીથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દેશ હાલમાં ગાંધી વિચારધારાને ખતમ કરીને ગોડસેની વિચારાધારા-દેશમાં […]