ગુજરાત

જીતુ વાઘાણીના પિતરાઈએ 11 વર્ષની બાળા સાથે કર્યા શારીરિક અડપલાં, છેડછાડનો વીડિયો વાયરલ

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતરાઈ તેમના જ કારખાનાની ગેલરીમાં એક કુમળી વયની બાળાની જાતીય છેડછાડ કરવાના કિસ્સામાં ફસાયા છે. આખરે પોલીસે પોસ્કોની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. કોર્ટમાં તેમને રજૂ કરતાં તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ અંગે શહેરના બોરતળાવ […]

ગુજરાત

ખેરાલુના કુડા ગામમાં શહીદ જવાન ની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતકનાં શહીદીનાં […]

ગુજરાત

‘મા કાર્ડ’ હોવા છતાં હોસ્પિટલ કાર્ડ ધારકો પાસેથી પૈસા માંગશે તો લાઇસન્સ થશે રદ : DyCM નીતિન પટેલ

સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું.તેમનો બીજો પ્રશ્ન કર્યો હતો કે દર્દીઓ પાસેથી પૈસા વસુલે તે માટે બે વર્ષમાં કઈ હોસ્પિટલ સામે કેવા પગલા લીધા. જ્યારે છેલ્લો પ્રશ્ન કર્યો હતો કે આવી હોસ્પિટલને કેટલી રકમનો દંડ કરાયો છે. […]

ગુજરાત

કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડયા, મૃતકોને 4 લાખની સહાય અપાશે

અમદાવાદનાં કાંકરિયામાં ગત રવિવારે એડવન્ચર પાર્કમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેણે બે લોકોનાં જીવ લીધા હતાં અને 29 જણને ઇજા પહોંચી હતી.આજે કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યા છે. દરેક દુર્ઘટનાની માફક ફરી એકવાર રૂપાણી સરકારે તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી તપાસ સમિતિ બનાવવા અને મૃતકોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી સંતોષ માન્યો છે. […]

ગુજરાત

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, રૂપાણી એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી […]

ગુજરાત

આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ અને જે કઈ પણ મદદ જોઈએ મારો સંપર્ક કરવો : મેવાણી

રાજ્યમાં પ્રેમ લગ્નના કરૂણ અંજામનો સિલસિલો ચાલી રહ્યો છે. અમદાવાદના માંડલ પાસે આવેલા વરમોર ગામે રાજપુત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવકની હત્યા થઈ અને ત્યારબાદ રાજ્યમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને સામાજિક માહોલ ગરમાયો. બે દિવસ અગાઉ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું અને જાહેરાત કરી કે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દિકરા-દીકરીના પિતાએ દંડ […]

ગુજરાત

હોસ્ટલમાં મૂકવા જતા પહેલા પિતાએ કરી દીકરીની હત્યા, લાશ નર્મદા કેનાલની પાળે મૂકી દીધી

મહેસાણામાં ચાર દિવસ પહેલા 13 વર્ષીય બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કેનાલ પરથી મળેલી 13 વર્ષની બાળકીની હત્યા ખુદ પિતાએ જ કરી હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી પ્રમાણે બાળકીનો પિતા દાણીલીમડા રહે છે. બાળકી કડીના ચાલાસણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ચાર દિવસ પહેલા એક્ટિવા ઉપર બાળકીને દાણીલીમડાથી હોસ્ટેલ મૂકવા માટે ગયો હતો. ત્યારે રસ્તામાં […]

ગુજરાત

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું, શહેર પૂર્વ પ્રમુખ અમીપરા ભાજપમાં જોડાયા

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ટિકિટ વહેંચણીના કારણે નારાજ થયેલા શહેર પૂર્વ પ્રમુખ વિનુ અમીપરાએ આજે ભાજના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયા કર્યા છે. અમીપરાએ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરી જણાવ્યું હતું કે કોંગર્સમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હતી. પ્રદેશ કક્ષાએ સતત રજૂઆતો કરી હોવા છતાં અવગણના થતી […]

ગુજરાત

અમદાવાદીઓને હજી જોવી પડશે મેઘરાજા ની રાહ, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં ભર ચોમાસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદની ખેંચ વચ્ચે અમદાવાદ શહેર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યુ છે. અમદાવાદમાં આગામી 25 જુલાઇ સુધી વરસાદના એંધાણ નથી જ્યારે શહેરનું તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ અમદાવાદમાં 39 ડિગ્રી જેટલી ગરમી રહેવાની શક્યતા છે. ભારે ઉકળાટ અને બફારાના કારણે […]

ગુજરાત

પ્રેમ પ્રકરણ કેશમાં નવો વળાંક: બંને એકબીજાને પતિ-પત્ની તરીકે સંબોધન કરતા

એએસઆઇ ખુશ્બુ કાનાબારે સાથે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને મારો નહીં તો કોઇનો નહીં સમજી ગોળી મારી પોતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ચકચારી કેસમાં ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે પ્રમસંબંધ હતો અને બંને કોર્ટ મેરેજ કરવા સુધી પહોંચી ગયા હતા. ખુશ્બુના મગજ પર ભૂત સવાર હતું કે તું મારો […]