ગુજરાત

GSTના કારણે ગુજરાતને નુકસાન, રાજ્ય સરકારની તિજોરી ખાલી :- નીતિન પટેલ

થોડા સમય પહેલા જ રાજ્યમાં દારૂબંધીને કારણે ગુજરાતને નુકસાન થાય છે, આવું નિવેદન આપી ભારે ચર્ચા જગાવ્યા બાદ હવે ફરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે GSTના લીધે રાજ્ય સરકારની તિજોરી ખાલી છે. ગુજરાત સરકારના સામાન્ય બેજટ પહેલા નાયબ મુખ્યમંત્રીના નિવેદનના કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. દેશભરમાં gst લાગુ થયાને 2 વર્ષ થઈ […]

ગુજરાત વરસાદ

વલસાડ જિલ્લામાં સતત વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48 પર 5 કિમીનો ટ્રાફિક જામ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 48ને અસર થઇ રહી છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શરૂ થઇ હતી. વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નેશનલ હાઇવે […]

ગુજરાત સુરત

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો […]

ગુજરાત વરસાદ

નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું..

બપોરે વિરામ લીધા બાદ નવસારીમાં મોડી રાત્રે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નવસારીમાં પડેલ ભારે વરસાદ ને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. નવસારી શહેરના રાજીવ નગર વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સલામતીના ભાગરૂપે 5૦ જેટલા પરિવારના લોકોએ રાતે સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું હતું. આ તમામ લોકો પોતાનું ઘર […]