રાજનીતિ

મોરારીબાપુના નામે ગૃહમાં બાખડી પડ્યા ભાજપ અને કોંગ્રેસ, જુઓ શુ છે મામલો

ગુજરાત વિધાનસભાના સત્રમાં સોમવારે મોરારિ બાપુના નામે ધાનાણીએ સસ્તું અનાજ ઉપડતું હોવાનો આક્ષેપ કરતા સીએમ રૂપાણીએ ધાનાણીને પુરાવા હોય તો જ મોરારિ બાપુ જેવા સંતનું નામ લેવા જણાવ્યું હતું. મોરારિ બાપુના નામે વિધાનસભાનું વાતાવરણ ગરમાયું હતું. સસ્તા અનાજની દૂકાનોમાં થયેલી ગેરરીતિના સવાલ જવાબ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં સસ્તા અનાજની દૂકાનોમાંથી પૂજ્ય મોરારિ […]

Congress દેશ રાજનીતિ

તો આ કારણે પંજાબના મંત્રીપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું…?

પંજાબ રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલી દીધું છે. સિદ્ધુએ ટ્વિટ કરી રવિવારે તેની જાણકારી આપી. સિદ્ધુએ જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું 10 જૂને જ આપી ચૂક્યા હતા પરંતુ ખુલાસો આજે કર્યો. નવજોત સિદ્ધુએ ટ્વિટ કરીને જાણકારી આપી કે તેઓએ 10 તારીખે […]

Bjp ગુજરાત રાજનીતિ

અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાગત છે : જુગલજી ઠાકોર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના સમાચારો વચ્ચે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું આજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. અમદાવાદ થી મહેસાણા સુધી રોડ શો મારફતે ઠેરઠેર સ્વાગત સમારોહ યોજીને જુગલજી ઠાકોર વતન પહોંચ્યા. 5 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ જુગલજી ઠાકોર પહેલીવાર વતન પહોંચ્યા જેના કારણે કાર્યકરો અને સમર્થકો ઉત્સાહિત જોવા મળ્યો હતો. […]

ગુજરાત રાજનીતિ

કોપી કેસ પ્રકરણમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પુત્ર મિત દોષિત, દોઢ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં..

ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-મે મહિનામાં લેવામાં આવેલી વિવિધ પરીક્ષામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના પુત્ર મિત વાઘાણી, એનએસયુઆઇના છાત્ર નેતા વાળા અને આરએસએસના આગેવાનના પુત્રને ચોરીના બનાવમાં સજા કરવામાં આવે છે. યુજી.સેમેસ્ટ-1,3 અને 5ની એટીકેટી પરીક્ષામાં શહેરની સ્વામી વિવેકાનંદ કોલેજના છાત્ર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષના પુત્ર મીત જીતુભાઇ વાણાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં બી.સી.એ સેમેસ્ટર-1ની પરીક્ષા […]

Congress દેશ રાજનીતિ

સ્વામીએ વિપક્ષોને પોતાની જ પાર્ટી ભાજપનો સામનો કરવા બતાવ્યો આ ઉપાય

ભાજપના સાસંદ ડો.સુબ્રમણ્યમ સ્વામી એવી વ્યક્તિ છે જે ક્યારે શું બોલશે તેની ખુદ ભાજપના જ નેતાઓને ખબર નથી હોતી.હવે સ્વામીએ વિપક્ષોને પોતાની જ પાર્ટીનો મુકાબલો કેવી રીતે કરવો તેનો ઉપાય બતાવ્યો છે. સ્વામીએ કહ્યુ છે કે, ગોવા અને કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ છે તે જોતા લાગે છે કે, જો દેશમાં એક માત્ર રાજકીય પક્ષ ભાજપ […]

Congress ગુજરાત દેશ રાજનીતિ

બીજેપી હંમેશા કોઇ સાચી વાત કહે તેને ડરાવવા માટે આવા ખોટા કેસ કરતી આવી છે. – અમિત ચાવડા

રાહુલ ગાંધીને આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈના દિવસે હાજર થવા માટે સૂચના આપી છે. રાહુલની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે જુબાની લેવાશે. એડીસી બેંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો […]

ગુજરાત રાજનીતિ

માંડલ દલિત યુવકની હત્યાનો મુદ્દો, મેવાણી વિધાનસભા ગજવશે

અમદાવાદના માંડલમાં ગઈકાલે પછાત જાતિના યુવકને સાસરિયાઓએ અભયમની ટીમની હાજરીમાં રહેસી નાંખ્યો હતો. યુવકની હત્યાનું કારણ આંતરજ્ઞાતિય લગ્ન હતું. આ મામલે પોલીસે 8 લોકો સામે એફઆઈર કરી છે ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણી વિધાનસભાના ગૃહમાં પછાત જાતિના યુવકની મોતનો મુદ્દો ઉઠાવશે. દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સુરેશ લોકસભાના સ્પીકર પાસે આ મુદ્દે ચર્ચાની […]

રાજનીતિ

મહેસાણાના આ કેસ માં રેશ્મા પટેલને કોર્ટનું વોરંટ,આ મામલે થઈ શકે છે ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે દલિત નેતા જીગ્નેશ મેવાણીની આગેવાનીમા મહેસાણામા યોજવામા આવેલી આઝાદી કુચમાં હાજર રહેલા તત્કાલીન પાસના નેતા રેશમા પટેલ વિરુદ્ધ જાહેર નામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેની બાદ તેમની વિરુદ્ધ પોલીસે ગુન્હો પણ નોંધ્યો હતો તેમજ તેની બાદ આજે મહેસાણાની અદાલતે રેશમા પટેલ વિરુદ્ધ વોરંટ બજાવ્યો છે. રેશ્મા પટેલે વોરંટ ઇસ્યુ થયા બાદ […]