ચહલે આવો બોલ ફેંકીને સરફરાઝને કર્યો બોલ્ડ,બેટ્સમેન પણ થયો હેરાન,જુઓ વીડિયો

ગ્લેન મેક્સવેલે પંજાબ સામેની મેચમાં શાનદાર અડધી સદી રમી હતી અને 33 બોલમાં 57 રન બનાવ્યા હતા. મેક્સવેલે પોતાની ઇનિંગમાં 4 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. આરસીબીએ મેક્સવેલની ઇનિંગના આધારે 164 રન બનાવ્યા હતા, ત્યારબાદ પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 158 રન જ બનાવી શકી હતી. આ સાથે, RCB IPL ના પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી. આરસીબીની આ જીતમાં જ્યાં મેક્સવેલની ઇનિંગ શાનદાર હતી ત્યાં બીજી બાજુ યુઝવેન્દ્ર ચહલે પોતાની સ્પિન બતાવીને 3 મહત્વની વિકેટ લીધી હતી. ચહલે મયંક અગરલ, નિકોલસ પૂરણ અને સરફરાઝ ખાનને આઉટ કરીને પંજાબને બેકફૂટ પર મૂકી દીધું. ખાસ કરીને ચહલે જે રીતે સરફરાઝને બોલ્ડ કર્યો તે આશ્ચર્યજનક હતું.

Loading...

ચહલે 16 મી ઓવરના પાંચમા બોલ પર આવી રીતે સરફરાઝને બોલ્ડ કર્યો હતો. આઉટ થયા બાદ સરફરાઝ લાંબા સમય સુધી આશ્ચર્યચકિત તેના સ્ટમ્પ તરફ જોઈ રહ્યો હતો. ચહલના આ બોલને IPL 2021 નો શ્રેષ્ઠ બોલ માનવામાં આવી રહ્યો છે. હવે જ્યારે ચહલે IPL માં આવી શાનદાર બોલિંગ કરી છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પસંદગીકારો ટી-20 વર્લ્ડ કપ માટે ચહલને ફરી ટીમમાં સામેલ કરશે.

આ સિવાય પંજાબને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં કેએલ રાહુલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રાહુલે સતત ચોથી આઈપીએલ સીઝનમાં 500 થી વધુ રન બનાવવાના ચમત્કારો કર્યા છે. આમ કરીને તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. ગેઇલે IPL ના ઇતિહાસમાં સતત 3 સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા હતા. કેએલ રાહુલે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 528 રન બનાવ્યા છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *