જાણવા જેવું

પહેલી વખત કોઈ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, ભારતની સફળતાથી ત્યાં મનુષ્યો માટે રોકાવું સરળ બનશે

ચંદ્રયાન-2 દુનિયાનું પહેલું એવું યાન હશે જે ચંદ્રના દક્ષિણધ્રુવ પર ઉતરશે. આ પહેલા ચીનના ચાંગ’ઈ’-4 યાને દક્ષિણી ધ્રુવની થોડેક દુર લેન્ડિગ કર્યુ હતું. અત્યાર સુધી આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે અજાણ્યો છે. પરંતુ આ વિસ્તાર અંગે જેટલી માહિતી છે તેના પ્રમાણે ચંદ્રના બાકીના ભાગની તુલનામાં વધારે છાયામાં રહેનારા વિસ્તારમાં બરફના રૂપે પાણી હોવાની શક્યતાઓ છે. જો ચંદ્રયાન-2 ચંદ્રના ભાગમાં બરફની શોધ કરી શકશે તો અહીં માનવોનું રોકાવું શક્ય અને સરળ બનશે. અહીં બેઝ કેમ્પ બનાવીશકાયછે, જ્યાં ચંદ્ર પર શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ નવી શોધોનો રસ્તો નીકળશે.

Loading...

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર મોટા મોટા ક્રેટર્સ છે, અહીં સૂર્યના કિરણો પણ નથી પહોંચી શકતા

ચંદ્રનો દક્ષિણી ધ્રુવ તેના અન્ય ભાગો કરતા ઘણો જુદો છે. જો કોઈ વ્યક્તિ અહીં ઊભો હશે તો તેને સૂર્ય ક્ષિતીજ રેખા પર જોવા મળશે. તે ચંદ્રની સપાટીને અડકેલો અને ચમકતો જોવા મળશે. એટલે કે સૂર્યના કિરણો દક્ષિણી ધ્રુવ પર ત્રાંસા પડે છે, સીધા નહીં. જેના કારણે અહીંનું તાપમાન ખુબ ઓછું છે.

ચંદ્રના આ ભાગમાં મોટા મોટા ક્રેટર્સ છે. આ ક્રેટર્સમાં સૂર્યના કિરણો પહોંચી નથી શકતા અને આ ભાગમા હંમેશા અંધકાર રહે છે. આ કારણે ક્યાંક ક્યાંક તાપમાન -248 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આજ કારણે અહીં ઘણા ક્રેટર્સમાં પાણીનું બરફના રૂપમાં હોવાની સંભાવના છે. આ ક્રેટર્સમાં પ્રારંભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાણુના રેકોર્ડ પણ હોઈ શકે છે. સાથે જ પ્રાકૃતિક સંસાધન પણ વધારે પ્રમાણમાં મળી શકે છે.

2. ચંદ્રયાન-2 સફળ થયું તો અંતરિક્ષ વિજ્ઞાન માટે નવા રસ્તાઓ ખુલશે

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-2 મેગ્નેશિયમ, કેલ્શિયમ અને લોખંડ જેવા ખનીજોને શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. તે ચંદ્રના વાતાવરણ અને તેના ઈતિહાસ પર પણ માહિતી એકઠી કરશે. પરંતુ તેનું સૌથી મહત્વનું મિશન ત્યાં પાણી હોવાના સંકેતોની શોધ કરવાનું છે. જો ચંદ્રયાન-2 અહીં પાણી હોવાના પુરાવા શોધી શકે છે તો તે અંતરિક્ષ વિજ્ઞાન માટે એક મોટું પગલું ગણાશે કારણ કે ત્યારબાદ અંતરિક્ષમાં નવી શોધોનો રસ્તો ખુલી જશે.

ચંદ્ર પર પાણી ન હોવાના કારણે અંતરિક્ષ યાત્રી વધુ દિવસો માટે રોકાઈ શકતા નથી. બરફથી પીવાનું પાણી અને ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાશે. જેના કારણે અંતરિક્ષ યાત્રિઓ માટે લાંબા સમય સુધી ચંદ્ર પર રોકાણ કરવું શક્ય બનશે.

પાણી અને ઓક્સિજનની વ્યવસ્થા હશે તો ચંદ્ર પર બેઝ કેમ્પ બનાવવામાં આવશે, જ્યાં ચંદ્ર સાથે જોડાયેલા શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ સાથે જોડાયેલા અન્ય મિશનોની તૈયારી પણ કરવામાં આવશે. અંતરિક્ષ એજન્સીઓ મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ચંદ્રનો લોન્ચપેડની જેમ ઉપયોગ કરી શકશે. અહીંના બરફથી ફ્યૂલ બનાવીને પૃથ્વીથી અંતરિક્ષમાં લઈ જવા માટે મટિરિયલને પણ ઓછું કરી શકાય છે.

જેનાથી અંતરિક્ષ મિશનનો ખર્ચ પણ ઓછો થશે.ચંદ્રથી મંગળ ગ્રહ પર પહોંચવા માટે સમય પણ ઓછો લાગશે. આ પ્રકારે બાકીના ગ્રહો પર પહોંચવા માટે પણ સરળતા રહેશે. દક્ષિણી ધ્રુવના ક્રેટર્સમાં સૂર્યના કિરણો નથી પહોંચી શકતી જેના કારણે તેમા જમા થયેલું પાણી અબજો વર્ષ જેવું થઈ શકે છે.

જેના અભ્યાસ કરીને શરૂઆત સોલર સિસ્ટમ વિશે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. એટલે કે ચંદ્રનો ઈતિહાસ અને વાતાવરણ વિશે જાણકારી તો મળશે જ સાથે જ પૃથ્વીની ઉત્પત્તિ અને હજારો વર્ષ પહેલા અહીંના વાયુમંડળ અને વાતાવરણમાં થયેલા ફેરફારો સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો પણ અહીંથી મળી શકે છે. દક્ષિણી ધ્રુવમાં થોડા ભાગ એવો પણ છે, જે વધારે ઠંડો પણ નથી અને અંધારામાં પણ નથી.

અહીંના શેકલટન ક્રેટર્સની પાસેના ભાગોમાં સૂર્ય સતત 200 દિવસો સુધી ચમકતો રહે છે. અહીં પર અંતરિક્ષ વૈજ્ઞાનિકોના શોધકાર્યમાં મોટી મદદ મળી શકે છે. અહીં વૈજ્ઞાનિક સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને ઉર્જાની આપૂર્તિ કરી શકે છે, જે મશીનો અને અન્ય શોધકાર્ય માટે જરૂરી છે.

3. અમેરિકા 2024માં દક્ષિણી ધ્રુવ પર માનવ મિશન મોકલશે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પણ દક્ષિણી ધ્રુવ પર જવાની તૈયારી કરી રહી છે. 2024માં નાસા ચંદ્રના આ ભાગ પર અંતરિક્ષ યાત્રિઓને ઉતારશે. એપ્રિલ 2019માં આવેલા નાસાના એક રિપોર્ટ પ્રમાણે, ચંદ્રના આ અજાણ્યા ભાગ પર પાણી હોવાની સંભાવનાઓને કારણો જ નાસા અહીં અંતરિક્ષ યાત્રી મોકલશે. આ રિપોર્ટ પ્રમાણે, ચંદ્ર પર લાંબા સમય સુધી માટે શોધકાર્ય કરવા માટે પાણી ખુબ જ જરૂરી છે.

મશીનોને ઠંડા રાખવા અને રોકેટ ઈંધણ બચાવવા માટે ત્યાં પાણી જરૂરી છે અને જો ત્યાં પાણીની પુષ્ટી થઈ જાય તો સૌર મંડળ પર આગળના શોધકાર્યો માટેના રસ્તાઓ ખુલી શકે છે. રિપોર્ટમાં નાસાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓર્બિટરોના પરિક્ષણોના આધારે આપણે કહી શકીએ છીએ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર બરફ છે અને અહીં અન્ય પ્રાકૃતિક સંસાધન પણ ઘણા હોઈ શકે છે. તેમ છતા આ ભાગ વિશે હજુ ઘણી માહિતી એકઠી કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *