સીઆઈએસએફ જવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના ડબરી મોડ મેટ્રો સ્ટેશન પર સીઆઈએસએફની ઉતાવળથી મુસાફરનું જીવન બચાવી શકાયું. અચાનક એક મુસાફર સિક્યુરિટી પોઇન્ટ નજીક બેહોશ થઈ ગયો. આ પછી તરત જ સીઆઈએસએફ જવાન પીડિતને વિના વિલંબ કર્યાની પ્રાથમિક સારવાર આપી. જે બાદ મુસાફર ઠીક થઈ ગયો હતો. એક વ્યક્તિ આજે સવારે દિલ્હીના ડાબરી મોડ મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટી પોઇન્ટ નજીક બેહોશ થઈ ગયો હતો. મુસાફર મેટ્રો સિસ્ટમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સિક્યુરિટી પોઇન્ટ પર પહોંચતાં તે અચાનક બેહોશ થઈ ગયો અને જમીન પર પડ્યો.
મુસાફરને જમીન પર પડીને જોતા અંધાધૂંધી છવાઈ ગઈ હતી. ડાબરી મેટ્રો સ્ટેશન પર પોસ્ટ કરાયેલા સીઆઈએસએફ કોન્સ્ટેબલ વિકાસ બેભાન મુસાફરની મદદ માટે તુરંત આગળ આવ્યો હતો. જમીન પર પડવાને કારણે વ્યક્તિના ચહેરા પર ઈજાઓ પહોંચી હતી, પરંતુ તે બેભાન અવસ્થામાં હતો અને શ્વાસ પણ બરાબર લઈ નહોતો શકતો. સીઆઈએસએફ કોન્સ્ટેબલે તુરંત જ એસ.ઓ.પી.નું પાલન કર્યું અને મુસાફરને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર) આપવાનું શરૂ કર્યું. જે બાદ મુસાફર ફરી ભાન માં આવ્યો.
ત્યારબાદ તરત જ ડીએમઆરપી અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. સીઆઈએસએફના શિફ્ટ ઇન્ચાર્જ અને સ્ટેશન કંટ્રોલર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિતને તબીબી સહાય માટે જણાવ્યું હતું. પરંતુ તે વ્યક્તિએ હોસ્પિટલમાં જવાની ના પાડી. આ સાથે તેમણે પોતાનો જીવ બચાવવા બદલ સીઆઈએસએફનો આભાર માન્યો. મુસાફરની ઓળખ જનકપુરીમાં રહેતા શ્રી સત્યનારાયણ તરીકે થઈ છે. તેની ઉંમર લગભગ 45 વર્ષની કહેવામાં આવી રહી છે. સીઆઈએસએફ જવાનની મદદને લીધે મુસાફરનો જીવ બચ્યો હતો.