સુરતમાં આવતીકાલે આપ નો રોડ શૉ,CM કેજરીવાલ સંબોધશે સભા,જાણો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 26 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કર છે.

Loading...

ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ 26મી જાન્યુઆરીએ સુરતની મુલાકાત લેશે તેવી વાત કરતાં સુરત આપના સંયોજકે કહ્યું કે, સુરતના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.

સુરત આપના મનોજ સોરઠિયાએ કહ્યું કે,કેજરીવાલના માર્ગદર્શમાં મહાનગરપાલિકામાં 27 બેઠક પર વિજય મેળવીને વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે આમ આદમી પાર્ટી તૈયાર થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સૌ પ્રથમ સંકલ્પ લેવામાં આવ્યો છે કે, સુરત મહાનગર પાલિકામાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટેની તમામ તૈયારીઓ અમે કરી લીધી છે. હવે પછી સુરત મહાનગરપાલિકાના ટેન્ડર પ્રક્રિયામાં કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેના માટે અમે લડીશું. પ્રજાના કામ સરળતાથી ઝડપથી પૂર્ણ થાય તે માટે પણ આપ પાર્ટીના કોર્પોરેટરો કામે લાગશે.

અરવિંદ કેજરીવાલ સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ પાટીઁના પદાધિકારીઓ/કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી સીધા સરકીટ હાઉસ જશે ત્યાં સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે.બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. રોડ શોની શરૂઆત મીનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતી અને જનસભા સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.

અરવિંદ કેજરીવાલ સુરતીઓનો આભાર વ્યક્ત કરવા માટે પોતે આવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ અરવિંદ કેજરીવાલની નજર હવે વિધાનસભાની ચૂંટણી ઉપર છે. કેજરીવાલ સુરતની મુલાકાત વખતે જ વિધાનસભાના બીજ વાવીને જશે. સાથે જ ચૂંટાયેલા કાઉન્સિલરોને પણ માર્ગદર્શન આપશે જેથી તેઓ પણ પ્રજાના કામ સારી રીતે કરી શકે અને સ્વચ્છ રાજનીતિ કરવા અંગે માર્ગદર્શન આપશે.

સુરત ના ભાજપને કુલ 6,52,901 લોકો દ્વારા વોટ આપવામાં આવ્યા હતાં. જો કે ચાર ઉમેદવારની ગણતરી કરીએ તો આંકડો 26,11,606 પહોંચે છે. બીજી તરફ આપના વોટ શેર અચરજ પમાડે તેવા છે. આપને કુલ 4,06,405 લોકોએ વોટ આપ્યા હતાં, તેમાં ચાર ઉમેદવાર પ્રમાણે વોટ શેરનો આંકડો 16,25,623 થાય છે. કોંગ્રેસની વાત કરીએ તો 2,47,889 લોકોએ વોટ આપ્યા હતાં તેમાં ચાર ઉમેદવાર પ્રમાણે વોટ શેરનો આંકડો 9,91,559 થાય છે. અન્ય નાની મોટી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોને 2,08,228 લોકોએ મત આપ્યા હતાં, તેમાં પણ ચાર ઉમેદવારો પ્રમાણે વોટ શેરની સંખ્યા15,15,423 થાય છે. ટકાવારી પ્રમાણે જોવા જઇએ તો ભાજપના વોટ શેર કુલ 43.08 ટકા, આપના વોટશેર 26.81 ટકા જ્યારે કોંગ્રેસના વોટ શેર માત્ર 16.35 ટકા જેટલું જ રહેવા પામ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *